________________
૧૧૩
જીવન્મુક્તિના પંથે પ્રયાણ કરવા માટે વૈરાગ્ય અને મુમુક્ષાનું હોવું અનિવાર્ય છે. જગતના પદાર્થોમાં ભ્રમણ કરવા ટેવાયેલ અને આધ્યાત્મમાર્ગે પા-પા પગલી ભરનારા સાધકોમાં અત્યાર સુધી ચર્ચા ગયેલા ચાર સાધનો સંપૂર્ણપણે સંપન્ન ન થયા હોય તે સ્વાભાવિક છે. આવા મંદ અધિકારીમાં રહેલા વૈરાગ્ય કે મુમુક્ષા અત્યંત મંદ હોવાને પરિણામે આત્મકલ્યાણને માર્ગે તેની પ્રગતિ નહિવત થતી હોય છે; આવા સાધકમાં જો શમ, દમ વગેરે જેવી સંપત્તિ રહેલી હોય અથવા તો તેને પ્રાપ્ત કરવા વત, જપ, તપ આદિ. પ્રવૃત્તિ તેણે આચરી હોય તો પણ તેવા મંદ અધિકારીને આત્મકલ્યાણાર્થે બિનઉપયોગી જ પૂરવાર થાય છે. તેવા મંદ વૈરાગ્યવાન અધિકારીની પટ્સપત્તિનું મૂલ્ય જણાવતાં શંકરાચાર્યજી અત્રે જણાવે છે કે તેનામાં રહેલી સદ્ગુણસંપત્તિ માત્ર પ્રતીતિરૂપે જ રહેતી હોય છે. જેવી રીતે મભૂમિમાં જળનો મિથ્યાભાસ થાય છે કે પછી છીપોલીમાં ચાંદી માત્ર પ્રતીત થાય છે વાસ્તવમાં હોતી નથી. તેવી જ રીતે મંદ અધિકારીમાં રહેલી પટ્સપત્તિ પણ ઝાંઝવાના જળ જેવી માત્ર દેખાવ પૂરતી કે પછી કહેવા પૂરતી જ રહેલી હોય છે. આવો સાધક જીવનપર્યત મોક્ષરૂપી ફળથી વંચિત રહી જાય છે:
. જીવનમાં ક્યારેક દુઃખદ પ્રસંગ આવી પડે ત્યારે ઘણાં લોકોને સંસાર અસાર અને શુષ્ક જણાય છે. તેમાં પણ ખાસ કરીને કોઈ યુવાન પુરુષની પત્ની મૃત્યુ પામી હોય કે પછી કોઈ નવપરણિત સ્ત્રીનો પતિ અકસ્માતથી મૃત્યુ પામ્યો હોય, ત્યારે તેવી વિપત્તિને સમયે જગત નશ્વર ભાસે, તેમજ પદાર્થોમાંથી રાગ ચાલ્યો ગયેલો જણાય. જીવનમાં એકાએક શાન્તિ પ્રસરાતાં જીવન સ્મશાનવત, સૂમસાન તથા ભયાનક જણાય. આવા સંજોગોમાં ઘણાં માણસોને સ્મશાનવૈરાગ્ય જાગે. બધું જ છોડી ક્યાંક એકાંતમાં ચાલ્યા જવાની ઇચ્છા થાય. પરંતુ સંજોગજન્ય આવો વૈરાગ્ય દૂધના ઊભરા જેવો હોય છે. આમ, સંપત્તિ લૂંટાતા કે પ્રિયજનના વિયોગ જેવાં સંજોગોમાં પ્રાપ્ત થતો વૈરાગ્ય સ્મશાનવૈરાગ્ય કહેવાય છે. આવા મંદ વૈરાગ્ય કે મંદ મુમુક્ષા ધરાવનાર વ્યક્તિના જીવનમાં પણ અન્ય શમ-દમાદિ સાધનો માત્ર