________________
૧૧૧
મદ્મધ્યમરૂપ = મંદ અથવા પ્રવૃદ્ધ = પ્રબળ બને છે. (અને)
| મધ્યમ પ્રકારની નમ્ = (બ્રહ્મજ્ઞાનરૂપી) ફળ આપ સા = હોવા છતાં તે સૂયતે = આપે છે.
છૂટવાની કે મોક્ષપ્રાપ્તિની ઇચ્છા કેટલીકવાર સાધકોમાં અન્ય ઇચ્છાઓથી મિશ્રિત હોવાથી અર્થાત્ મંદવૈરાગ્યયુક્ત હોવાથી મંદ પ્રકારની જોવા મળે છે. આમ, વિષયવાસનાયુક્ત ચિત્તમાં જન્મેલી મુમુક્ષા અન્ય અનેક પ્રકારની ઇચ્છાઓની જેમ જ રહેલી હોય છે. તેથી સાધકની પ્રવૃત્તિ અન્ય વિષયપ્રાપ્તિની સાથે સાથે મોક્ષને પ્રાપ્ત કરવાની રહે છે. અર્થાત્ તેવા સાધક માત્ર મોક્ષાર્થે જ નહીં, એટલે કે માત્ર પરમ પુરુષાર્થ, શ્રેયને માર્ગે જ પ્રવૃત્ત ન રહેતાં તેમનું મન અન્ય વિષયોની પ્રાપ્તિ અર્થે અર્થાત્ ધર્મ, અર્થ અને કામ જેવા પ્રેયપ્રાપ્તિ અર્થે પણ પ્રવૃત્તિશીલ બને છે. આમ હોવાથી અનેક સ્થળે વિચરનારા મનમાં મંદ પ્રકારની મુમુક્ષા રહેલી હોય છે. તો કેટલીકવાર જીવનનો અડધો સમય વિષયપ્રાપ્તિમાં તથા અડધો સમય મોક્ષાર્થે વ્યતીત થતો હોય છે. તેવા પ્રકારની મુમુક્ષાને મધ્યમ પ્રકારની મુમુક્ષા કહે છે. આવી મંદ કે મધ્યમ મુમુક્ષા મોક્ષમાર્ગે સફળતા અપાવી શકે નહીં. મુક્તિના માર્ગે તેમનું પ્રમાણ આંશિક હોવાથી દુર્લભ એવા આ મનુષ્યજન્મમાં નિર્વાણરૂપી ધ્યેય હાંસલ કરવો લગભગ અશક્ય બની જાય છે.
- જગરુ શંકરાચાર્યજી આવા મંદ અને મધ્યમ પ્રકારના મુમુક્ષુ ઉપર કૃપા કરતા તેમની મંદ કે મધ્યમ મુમુક્ષા તીવ્ર અને પ્રબળ મોક્ષેચ્છામાં પરિણમે તથા તેઓ પણ આ જ જન્મમાં મોક્ષને પ્રાપ્ત કરે; જીવનસાફલ્યને પ્રાપ્ત કરી શકે તે હેતુથી ઉપાય દર્શાવે છે. તેઓ જણાવે છે કે, આવી મંદ કે મધ્યમ પ્રકારની મુમુક્ષા ગુરુની અપરંપાર કૃપા, વૈરાગ્ય અને શમ, દમ, ઉપરતિ, શ્રદ્ધા, તિતિક્ષા અને સમાધાન જેવા સદ્ગુણોના અભ્યાસ વડે થોડાં સમયમાં જ ઉત્કટ અને પ્રબળ મુમુક્ષામાં ફેરવાઈ જાય છે. મુમુક્ષા મંદ હોય છતાં જો ગુરુકૃપા પ્રાપ્ત થાય તો મોક્ષમાર્ગે અનહદ પ્રેરણા પ્રાપ્ત થાય છે. આ પ્રેરણાબળ જ મંદ મુમુક્ષુને તીવ્ર મુમુક્ષુ તથા મંદ અધિકારીને ઉત્તમ અધિકારી બનાવે છે.