________________
૧૧૦
તથા અધૂરી ઇચ્છાઓને તૃપ્ત કરવા નૂતન કર્મો કરવાના સંકલ્પો ચિત્તમાં ભંડારી વાસનાતૃપ્તિ અર્થે પુનર્જન્મને આરક્ષિત કરી જન્મ અને મૃત્યુના ચક્રરૂપી બંધનને મેં સ્વીકાર્યું. આમ, શરીર સાથેના તાદાભ્યથી ઊભી કરેલી કેદમાં સપડાઈ હવે તેમાંથી મુક્તિનો ઉપાય જે કોઈ વિચારે છે અર્થાત્ આવી બંધનની કારમી ભીંસમાંથી મુક્ત થવા જે થનગને છે, અજ્ઞાનકલ્પિત તમામ બંધનમાંથી સદાને માટે મુક્ત થવાનો પ્રયાસ જે આદરે છે, તેવા મુક્તિ માટેના પ્રયત્નને કે પછી મોક્ષ માટેની તીવ્ર ઇચ્છાને જ મુમુક્ષા કહેવાય છે. ખાવાની ઇચ્છાને બુભક્ષા તથા પીવાની ઇચ્છાને પિપાસા કે પછી જાણવાની ઇચ્છાને જીજ્ઞાસા કહેવામાં આવે છે તેમ મોક્ષની ઇચ્છાને જ “મુમુક્ષા' કહેવાય છે. દઢ વૈરાગ્ય વિના અતિ પ્રબળ મુમુક્ષા પ્રાપ્ત થતી નથી. બળતાં ઘરમાંથી બહાર નીકળવા જેવી તત્પરતા હોય તેવી જ તત્પરતા સાચા મુમુક્ષુને આ સંસારરૂપી દાવાનળમાંથી બહાર નીકળવા માટે હોય છે.
આમ, વિવેક-વૈરાગ્યયુક્ત તથા તીવ્ર મુમુક્ષાસંયુક્ત વ્યક્તિએ શ્રદ્ધાપૂર્વક ગુરુનું શરણ ગ્રહણ કરી, શાસ્ત્રના સારને જાણી, ભવચક્રના બંધનમાંથી મુક્તિનો ઉપાય વિચારવો જોઈએ. જેના જીવનમાં આવી પ્રજવલિત મુમુક્ષા હશે તેને જીવનમાં વિવેક, વૈરાગ્ય કે ષટ્સપત્તિ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. તેમજ મુક્તિની ઝંખના જ તેના માટે મોક્ષના દ્વાર ખોલી આપશે. તેથી સાધનચતુષ્ટયના અંતિમ અને મહત્ત્વના સાધનને હસ્તગત કરવું તથા લક્ષ્યની પ્રાપ્તિ પર્યત મોક્ષની તીવ્રતા ટકાવી રાખવી તે જ ઉત્તમ જીજ્ઞાસુનું મૂળભૂત કર્તવ્ય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) मन्दमध्यमरूपापि वैराग्येण शमादिना ।
प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ॥२६॥ વૈરાળ = વૈરાગ્યથી પુરોઃ સદ્ગુરુની શાતિના = શમ, દમ વગેરે પ્રસાવેન = કૃપા વડે
પર્સંપત્તિથી (અને) રૂચમ્ = આ મુમુક્ષુતા)