________________
૧૦૯
જાણીએ છીએ તેમ પુત્ર મૃત્યુના મુખમાં પ્રવેશ્યો જ નહોતો, તો પછી તેમાંથી ઉગરવાની વાત સત્ય કેવી રીતે હોઈ શકે? તેમ છતાં તેમના મનમાં હવે સુખનો ભાવ જન્મ્યો છે. આમ, માત્ર દુઃખદ સમાચાર પ્રાપ્ત થતાં મન દુઃખનો અનુભવ કરી દુઃખી થાય છે અને સુખના સમાચાર પ્રાપ્ત થતાં મન સુખી થાય છે. અર્થાત્ વિચારમાત્રથી મન દુઃખી કે સુખી થાય છે. આમ, કલ્પિત સુખ અને દુઃખનો અનુભવ મનમાં થતો હોવાથી મન પણ કલ્પનાથી ભિન્ન નથી. પરંતુ આ સુખી અને દુઃખી થનારા મનને જાણનાર હું તો વાસ્તવમાં મનથી મુક્ત તેનો દેષ્ટા કે સાક્ષી આત્મા છું. તેમ છતાં અજ્ઞાનને કારણે મનને મેં મારું સ્વરૂપ માન્યું અને સુખ અને દુઃખનું બંધન અનુભવ્યું.
" તાત્પર્યમાં તમામ બંધનો અજ્ઞાન દ્વારા કલ્પિત છે. અજ્ઞાનથી દેહ સાથે તાદાભ્ય કરી મેં દેશ અને કાળનું તથા જન્મ-મૃત્યુ, જરા-વ્યાધિનું | બંધન અનુભવ્યું. દેહના તાદાભ્યથી ઉત્પન્ન થયેલા અહંકારને લીધે મેં સ્વય મને કર્તા-ભોક્તા જીવ માન્યો અને કર્મના ફળને જન્માવી પુનર્જન્મનું બંધન ઊભું કર્યું. પુનર્જન્મના વિચારોએ મારા મનમાં સદ્ગતિ અને અવગતિનો ભય જન્માવ્યો. આમ, દુઃખ અને ભયને નિમંત્રી મેં શરીરમાં રહેલી ઇન્દ્રિયો સાથે તાદાસ્ય કર્યું. સ્વયંને ઇન્દ્રિયો માની ઇન્દ્રિયોના વિકારોથી પોતાને વિકારી જાણી અપૂર્ણતાનું બંધન ઊભું કર્યું. તદુપરાંત મન સાથે તાદામ્ય કરી હું સુખી અને દુઃખી થયો અને મનોગત વાસનાઓનો શિકાર બની વાસનાઓનું બંધન જન્માવ્યું. વાસના પ્રમાણે ઈચ્છિત પદાર્થો મળતાં સુખ અનુભવ્યું, વાસનાતૃપ્તિથી સંતોષ અનુભવી હું સુખી થયો. તેમજ વાસના પ્રમાણે અપેક્ષિત પદાર્થ પ્રાપ્ત ન થતાં કે પછી અપેક્ષાથી ઓછું પ્રાપ્ત થતાં અસંતોષ અનુભવી અતૃપ્ત વાસનાથી ઘેરાયેલો હું અજંપો અને અશાંતિને ભેટયો. આમ, સુખ અને દુઃખના ઝંઝાવાતમાં ફસાયો. કર્મનો કર્તા બની નિશ્ચિત ફળની અપેક્ષા જન્માવી મેં ભવિષ્યને મારી કલ્પનામાં કેદ કર્યું. પરંતુ ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે મનુષ્ય પરતંત્ર હોવાથી ઇચ્છિત ફળનાં સ્વપ્ન સાકાર ન થતાં કર્મફળના બંધનમાં મેં જીવન વીતાવ્યું. એટલું જ નહીં, અધૂરાં ફળને ભોગવવા