________________
૧૦૮
અનુભવોને પ્રાપ્ત કરી સુખી-દુઃખી થનારા મન સાથે પણ તાદાભ્ય થઈ જાય છે. મન સાથે તાદાભ્ય થતાં જ મનોગત વાસનાનું બંધન ઊભું થાય છે. મનનો સ્વભાવ છે સુખ અને દુઃખનો અનુભવ કરવો. તેથી મન સાથેના તાદાભ્યથી હું સુખી કે દુઃખી બનું છું. જો હું મન સાથેનું તાદોભ્ય તોડી શકું તો હું સુખ કે દુઃખના અનુભવોથી મુક્ત થઈ શકું. નિશદિન સુખી અને દુઃખી થનારા આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન જાગે કે શું હું સુખ અને દુઃખના અનુભવોથી મુક્ત છું? અર્થાત્ સુખી અને દુઃખી થનારા મનથી હું ભિન્ન છું? આ શંકાના ઉચ્છેદન માટે દષ્ટાંતને સહારે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ધારો કે આપણા કોઈ પરદેશ રહેતાં સંબંધીને ખોટો- ખોટો તાર મોકલીએ કે તમારો દીકરો જે અહીં કોલેજમાં અભ્યાસ કરતો હતો તે અકસ્માત નડવાથી આ દુનિયા છોડી ગયો છે તેથી આપ જલ્દી સ્વદેશ આવો. આવો તાર પ્રાપ્ત થતાં જ આપણાં સંબંધી ઉપર શું વીતે તે આપણે કલ્પી શકીએ તેમ છીએ. તરત જ તેમનો ટેલિફોન આવશે કે તેઓ જે કોઈ ફૂલાઇટ સૌ પ્રથમ મળે તેમાં બેસી સ્વદેશ પાછા ફરે છે. આપણે જાણીએ છીએ કે તાર ખોટો છે. હકીકત તો તેનાથી ભિન્ન જ છે. તેથી સંબંધીને થયેલું દુઃખ તે માત્ર માહિતીથી પ્રાપ્ત થયેલી કલ્પનામાંથી જ જન્મે છે. તેઓએ પુત્રનો અકસ્માત કે તેનો દેહ આંખે જોયો નથી. છતાં તેઓ ઉપર જાણે કે દુઃખના પહાડ તૂટી પડ્યાં હોય તેમ તેઓ હતાશ તથા ખૂબ જ ગંભીર અને દુઃખી થઈ ગયા હોય છે. હવે આપણે જો બીજી વ્યવસ્થા કરીએ અને અન્ય સ્નેહીને તાર કરી જણાવીએ કે તેઓ એરપોર્ટ જઈ સ્વદેશ પાછા ફરી રહેલા આપણા સ્નેહીને સત્ય વાતની જાણ કરે અને જણાવે કે પુત્ર હેમખેમ તથા ખુશી મજામાં છે. ચિંતાનું કોઈ કારણ નથી. પૂર્વે મળેલો તાર ખોટો હતો. તો હવે આવા સુખદ સમાચાર પ્રાપ્ત થતાં સ્વદેશ પાછા ફરી રહેલાં સ્નેહી તેમની ટિકિટ કેન્સલ કરાવી ઘરે પાછા જાય છે. સારા સમાચાર લાવનાર સ્નેહીને પોતાને ઘેર આમંત્રિત કરી પુત્રની સુખાકારીના માનમાં મીઠાઈ ખવડાવે છે અને એમ વિચારે છે કે હાશ! મારો પુત્ર મોતના મુખમાંથી ઉગરી ગયો. હવે મને કોઈ ચિંતા નથી. તો તેમના તેવા વિચારમાં કેટલું તથ્ય રહેલું છે? આપણે