________________
૧૦૭
બન્યો. આમ, શરીરના અભિમાનને લીધે હું કર્તા અને ભોક્તા બન્યો. આ કર્તા અને ભોક્તાભાવ એટલે જ અહંકાર. આમ, શરીરને ‘હું માનવાથી અનાયાસે જ અહંકારનો પણ જન્મ થયો. હવે તો “જે કર્મ કરે તે ફળ ભોગવે તે ન્યાયે કર્મના કર્તા એવા મને કર્મનું ઇચ્છનીય કે અનિચ્છનીય ફળ પ્રાપ્ત થયું. કર્મનું ફળ તો અવશ્ય મળ્યું, પરંતુ તે ક્યારે અને તે કેવું મળશે તેનાથી અજાણ હું ફળ વિશે ચિંતિત થયો અને અનિચ્છનીય ફળ પ્રાપ્ત થતાં હું દુઃખી થયો. ઇચ્છનીય ફળ પ્રાપ્ત થતાં તેવા ફળને પુનઃ પ્રાપ્ત કરવા હું વધુ કર્મ કરવા પ્રેરાયો. જીવનભર કરેલા જે જે કર્મના ફળ આ જન્મે ન મળ્યા તેને ભોગવવા મેં જ પુનર્જન્મને નિમંત્રણ આપ્યું, કારણ કે કર્મનું ફળ ભોગવ્યા વિના નાશ પામતું નથી. તાત્પર્યમાં શરીર સાથેના તાદાસ્યથી “હું કર્તાભોક્તા થયો. કર્તા-ભોક્તા થવાથી કર્મફળના બંધનને પ્રાપ્ત થયો અને તે કર્મફળનું બંધન જ મને જન્મ-મૃત્યુના ચક્રમાં સદીઓથી ધકેલતું રહ્યું છે. - જે ક્ષણે અજ્ઞાનથી શરીર સાથે હું તાદાત્મ કરું છું, તે જ ક્ષણે શરીરગત ઇન્દ્રિયોની સાથે પણ સરળતાથી તાદાભ્ય સાધી ઇન્દ્રિયોને “હું માનવાની ભૂલ કરી બેસું છું. અજ્ઞાનથી સ્વયંને ઇન્દ્રિયો માની લેતાં ભોગના બંધનમાં હું બંધાઈ જાઉં છું. ઇન્દ્રિયોના ભોગ મારાં માની અનેક પ્રકારના ભોગ ભોગવવાની ઈચ્છા કરું છું. પ્રત્યેક ભોગ ઉપલબ્ધ ન થતાં તે વિશેનો અસંતોષ મનમાં પેદા થાય છે. બધાં જ વિષયો ઉપલબ્ધ ન થતાં હું સ્વયંને અપૂર્ણ અનુભવું છું. આમ, અપૂર્ણતાનું બંધન મને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ભોગ ભોગવીને ક્ષીણ થતી ઇન્દ્રિયો જ્યારે કાર્યશીલ રહેતી નથી અર્થાત્ આંખ દ્વારા જોવાનું બંધ થાય કે કાન બરાબર શ્રવણ ન કરી શકે એમ હોય, ત્યારે તે ઇન્દ્રિયોના વિકારોને કે તેની મર્યાદાને પોતાની મર્યાદા માની ‘હું સ્વયંને બહેરો આંધળો માનવા લાગ્યો. આમ થતાં વળી પાછી અપૂર્ણતા અને અતૃપ્તિની ભાવના મનમાં સ્થિત થઈ ગઈ. આ અસંતોષ, અતૃપ્તિ કે અપૂર્ણતાનો ભાવ જ માનવજીવનમાં બંધન જન્માવે છે.
શરીર સાથે થયેલા તાદાસ્યથી જ શરીરમાં રહીને વિવિધ