________________
૯૦
શ્રોતા તેમને મળે કે તુરત જ તેઓ પોતાના દુ:ખનું, દર્દનું, સમસ્યાઓનું, મુશ્કેલીઓનું અને સ્વયંથી ન ઉકેલાયેલા પ્રશ્નોનું ગાણું ગાવાનું ચાલુ કરી દે છે. તેઓ જીવનની પરિસ્થિતિને હિંમતપૂર્વક વધાવતા નથી કે ધૈર્ય સાથે તેનો સામનો કરવાની તત્પરતા દાખવતા નથી પરંતુ ફરિયાદી થઈને પોતાના સંજોગને દુઃખ માટે જવાબદાર ગણાવી હંમેશા વિલાપ કરતાં હોય છે. તેવી વ્યક્તિને જીવનમાં જો કોઈ સંતને સમાગમ કે સત્સંગ પ્રાપ્ત થઈ.જાય તો પણ દુ:ખમુક્તિના કે મોક્ષના મૂળભૂત પ્રશ્નોને વિસારી તેઓ પોતાના સંજોગોને બદલવા માટે જ ઉપાય પૂછતા હોય છે. આવી રીતે વિકટ સંજોગમાં જીવન જીવના૨ લોકોને તિતિક્ષાનો પરિચય નથી. સહનશીલતા એટલે શું તે સમજાયું નથી. ખરેખર તો સંજોગને હસતાં મુખે સ્વીકારે, પ્રરિસ્થિતિને ઈશ્વરનો પ્રસાદ માની આવકારે તેમ જ જીવનના પ્રત્યેક પ્રસંગને પ્રસન્નતાથી પસાર કરે તેને જ સાચી તિતિક્ષા કહે છે. તિતિક્ષા સમજાવતા અત્રે પૂ.શંકરાચાર્યજી જણાવે છે કે તમામ દુઃખોને પ્રતિક્રિયા વિના, ચિંતા કે વિલાપ કર્યા વગર ‘હું દુઃખી છું.’, ‘હું પાયમાલ થઈ ગયો.' વગેરે જેવાં નિઃસાસા નાખ્યા વગર જે સહન કરે છે તેવી સહન કરવાની શક્તિને, તેવા સહનના સામર્થ્યને જ તિતિક્ષા કહેવામાં આવે છે. પરંતુ આ તિતિક્ષા પ્રાપ્ત થાય કઈ રીતે? પૂજ્ય સાગર મહારાજ જણાવે છે તેમ પ્રાપ્ત થયેલા સંજોગો પ્રત્યે જો ઈશ્વરના પ્રસાદનો ભાવ રાખવામાં આવે તો જ કદાચ જીવનના તમામ સંજોગોનો સામનો કરવાની કળા હસ્તગત થઈ જાય.
“યમ જ્યમ દરદ આવ્યા કરે,ખૂબ ખૂબ ખુશી ત્યમ માણવી, સમજી જવું કે દિલબરે, કંઈ ભેટ આપી અવનવી.’’
દિલબરે અર્થાત્ પ્રિયતમ પરમાત્માએ જો દર્દરૂપી ભેટ આપી હોય તો તેનો પ્રસાદની જેમ સ્વીકાર કરવાથી દર્દ એ દોલત બની જશે. જેવી રીતે સાનુકૂળ સંજોગ ઈશ્વરની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે વિચારવું કે પ્રતિકૂળ સંજોગ પણ ઈશ્વરે મોકલેલી ભેટ છે. આમ ભેટ શું છે તેની સામે દૃષ્ટિ કર્યા વગર ભેટ કોના દ્વારા પ્રાપ્ત થાય છે તેનો જો