________________
પદ્મિની
કાપ્યાં કરશું ? એક સ્ત્રીથી અનેકના પ્રાણ ઉગરી જતા હાય તા એ સ્ત્રી વધારે કે પ્રજા વધારે ? યુદ્ધથી નીતિનાશ કેટલેા થાય છે. એ મારે તમને સમાવવાપણું ન હોય.
લક્ષ્મણસિહ
જનાબ, રાજપૂતાની એ ભાવના આપ નહિ સમજી શકે. એમા એક સ્ત્રીના સવાલ નથી. એક સ્ત્રીના શિયળ પાછળ જીવનનું સનાતન શાશ્વત તત્ત્વ ઉભુ છે. એ ગયું પછી જીવ્યા તેાય શું અને જીવતાં દટાયા તેાય શું ?
કાજી
[ હસે છે ] હા....હા....હા....! ભૂતના એળાને ભેટવાનાં તમારાં ખાથેાડિયાં જોઇ મને હસવું આવે છે, રાજપૂતા !
અજય
આપના તુર્કી સમ્રાટ નિયપણે સિહ જેવા રાજપૂતાની વચ્ચે અમારી રાજ્યલક્ષ્મીનું એકલેા દન કરવા આવવાની હિમ્મત કરે, અને આપ પણ આવે સમયે એકલા અમારા કિલ્લામાં પ્રવેશી
૫૮