________________
પાછળ ઉત્તર તરફ મહાલયને ત્રીજો મજલ શરૂ થાય છે. એક બાજુ પર રણવાસ તરફ જવાને લાંબે માર્ગ છે, અને બીજી બાજુ મહાલયના મોટા મોટા પાષાણ સ્તંભોની હારમાળા છે. પશ્ચિમ તરફ ચંદ્રશાળામાંથી નીચે ઉતરવાનાં પગથિયાં છે.
ચંદ્રશાળાની મધ્યમાં ચિતાચોક છે, અને એને કઠેડો ઝીણી કારીગરીથી આભુષિત છે. વચ્ચે વચ્ચે ત્રિશળ અને સાથિયાની ભાત ચીતરેલી છે.
થોડી વારે અય્યતસિંહ પશ્ચિમ તરફ ફરે છે, અને આછી થતી સંધ્યાના રંગને આંખોથી પી હદયમાં ભરે છે. પછી પાછળ ફરી અસિંહ પાસે જાય છે.
- [અજયસિંહને ખભે હાથ મૂકી ] અજય ! જે તે ખરે! સંધ્યા કેવી ખીલી છે!
[ બધા નજર ફેરવી કાંગરાને ટેકવાઈ પશ્ચિમાકાશમાં નજર ઠેરવે છે.]
અજય [થોડી વારે ] આખો દિવસ પુણ્યપ્રકપ વર્ષોવી શકિત સતી થવા જાય છે.
કેદારનાથ ચાલમાં વિષાદ છે, છતાં અંગમાં આદ્યાનું ગૌરવ છે.