SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ • • તારતના ત્રાજવાં • • • આમાંય ઘણું અસ્પષ્ટતાઓ છે. વ્યક્તિના આધિભૌતિક અને આધ્યાત્મિક વિકાસની વ્યાખ્યા શું; વગેરે પોષણ એટલે નિરોગી, કાર્યદક્ષ અને દીર્ધાયુ થઈ શકે એવું જીવન, અને સત્વસંશુદ્ધિ એટલે માણસાઈભર્યું જીવન; જે જીવનમાં આપણી ભાવનાઓને અને બુદ્ધિનો વિકાસ એવી રીતે થયો હોય કે આપણું જીવન આપણા પિતામાંજ સમાએલું આત્મ પર્યાપ્ત [self-concentrated] ન હોય, સ્વસુખને જ શેધનારું. ન હોય, પણ કુટુમ્બને, ગામને, દેશને, માનવસમાજને, આપણા સંબંધમાં આવતાં પ્રાણીઓને, જેના સંબંધમાં જેટલા જેટલા આવીએ તેટલે અંશે તેને, ન્યાયમાગે, સંબંધોની સપ્રમાણતા અને પરિસ્થિતિ પ્રમાણે ઉત્પન્ન થતી મહત્તા જાળવીને, ઉપયોગી, શાંતિપૂર્ણ, સંતેષપૂર્ણ, પ્રેમપૂર્ણ હોય; જેમાં કોઈ વ્યક્તિ કે વગને અન્યાય ન થતા હોય; વિપત્તિમાં આવી પડેલાંને પગભર થઈ શકે એટલી અને અપંગ થએલાને ઘટતી મદદ મળી રહેતી હોય અને અને આપણી બુદ્ધિ બને તેટલી જીવનના તત્વને સમજનારી સારગ્રાહી; વસ્તુના મૂળને તેમજ વ્યાપ્તિને ગ્રહણ કરનારી, આપણેજ નિર્માણ કરેલા પૂર્વગ્રહોનાં બંધનેથી બને તેટલી સુક્ત, અને મરણની ઈચ્છા કરનારીયે ન હોય અને તેથી ડરનારીયે ન હોય ! કિશોરલાલ મશરૂવાળાઃ જીવન ધન ભાગ ૧ લે. પ્રકરણ, જીવન સિદ્ધાંતઃ પા. ૩૪-૩૫ રી
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy