________________
• • • પશિની • • • • માટે અજુગતી પાત્રાવલિ ઊભી કરી દેવી એ લેખકની લેખક તરીકેની પણ નિર્બળતા છે. નાટકનું આલેખન કાવ્ય કરતાં પણ કઠિન છે. કેમકે
એને રંગભૂમિની મર્યાદા છે. પણ જેમ નાટ પાલેખન સ્વાતંત્ર્ય મર્યાદાને મહિમા સમજી લે
તે દીપી ઊઠે છે; તેમજ જે નાટકની મર્યાદાઓનું યથાર્થપણે પાલન થાય તે એ લેખનના કોઈ પણ પ્રકાર કરતાં વિશેષ ખીલી ઊઠે છે.
ટોળાંઓના મનભાવ નાટયસાહિત્યમાં હજી જોઈયે તેટલા આવ્યા નથી; કેમકે નાથાલેખનને એ અનુકૂળ આવી શકે એમ નથી. દેશનેતાઓની જેમ રંગભૂમિને પણ શારીરિક મર્યાદાઓ હોય છે. એ મર્યાદાઓને કારણે ટોળાંએનું અને તેના હલન, ચલન અને ભાવના-ભરતીઓટનું ગૌરવ રંગભૂમિ ઉપર લાવવું સહેલું નથી. મોટે ભાગે એવો પ્રયત્ન જુગુપ્સા પ્રેરે છે. છતાં એ વસ્તુ રંગભૂમિ ઉપર આણવાની આવશ્યકતા છે; કેમકે જમાનો લોકતંત્રનો અવતો જાય છે, અને સાહિત્ય પણ રંગભૂમિ તરફ ઢળતું જાય છે.
આવી સ્થિતિમાં માત્ર એક જ ઉપાય છે; અને તે ટોળાંઓનું અપ્રત્યક્ષ સૂચન કરવાને. સંસ્કૃત નાટકકારઅને તેમાંય મુખ્યત્વે ભાસ-જે વસ્તુ રંગભૂમિ ઉપર લાવવી