________________
• • • તારતમ્યના ત્રાજવાં • • • વૈર કેળવે, જાણે ચીભડાં વધેરતાં હોય તેમ એક બીજાનાં માથાં ઊતારી લે, અને પરિણામે સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા ઘટી જાય અને વર્ણસંકરતા ફેલાય, વ્યવસ્થાભંગ અને દ્રવ્યહાનિ થાય, સમાજનું જીવન ડહોળાઈ જાય, એ બધે શું ઓછો નીતિનાશ છે ?”
અમે ઘડીભર દલીલહીન થઈ ગયા. આ રીતે વિચાર કરવા અમે ટેવાયેલા હતા. મને લાગ્યું કે જે વાક્ય મેં જવાબમાં ફગાવ્યું હતું તે મારો મત નહોતે, પણ માન્યતા હતી. એના મૂળમાં વિચારણ કે પૃથક્કરણ હેતાં પણ સાચું ખોટું છતાં રૂઢિનું ધુમ્મસ હતું. મને લાગ્યું કે માન્યતા ખોટી હોય તે ફેંકી દેવી જોઈએ, અને સાચી હોય તે જવાબ શોધી કાઢવા જોઈએ.
હા પીને રજા લેતાં મેં Monna Vanna માગી લીધું. નાટક હજાર પાનાનું હોય તે રાતપાળી કરીને પણ એ તે દિવસે જ પૂરું કરવાનો નિશ્ચય કર્યો હતે. પણ ચોપડીનાં મોટાં બીબાં અને જાડા કાગળો જોઈને હૈયાને ભાર ઓછો થયે.
રાત્રે ચોપડી પૂરી કરી. મન માન્યું નહિ એમ લાગ્યું. લેખકને પક્ષપાત કેવળ પાત્રો ઉપર નહિ પણ તો ઉપર પણ ઊતરે એ અનિવાર્ય હોય છે. Monna Vanna માં જે તત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે,