________________
X
UÑŽVELCRE
કપડવંજની કલાસમૃદ્ધિ
કપેટ વાણિજ્ય નામ તારૂં, અપભ્રંશે કપડવંજ
ખેટક મંડળમાં ખેટ શું શોભે, નગર ખેટ તું ધન્ય છે ખેડા જિલ્લાની ગૌરવગાથાના મહત્ત્વપૂર્ણ સંભારણું સમા કપડવંજની સંસ્કારિતાની શહાદતરૂપ અનેક શિલ્પસમૃદ્ધ ધાર્મિક નાના-મોટા પ્રતીકે આજે પણ કપડવંજની ભવ્ય કલાસમૃદ્ધિમાં વધારે કરી રહ્યાં છે.
કપડવંજમાં મળી આવેલ સં. ૯૬૮ના દાનપત્ર ઉપરથી કહી શકાય કે “આ પ્રદેશમાં એ સમયે રાષ્ટ્રકૂટ વલ્લભ યાને અમોઘવર્ષનું રાજ્ય તપતું હશે.
આ નગરી વિષે સંશોધન કરતાં આ નગરી તથા તેની આજુબાજુમાંથી ગુપ્ત કાલેત્તરકાલીન પ્રતિહાર-કાલીન, સેલંકી-કાલીન, વાઘેલા-કાલીન તથા મુસ્લીમ-કાલીન બાંધકામ મળી આવ્યાં છે.
આ નગરીના પુરાણા શિલ્પાવશે નિરખતાં એમ લાગે છે કે- આ નગરીમાં સેલંકીકાળમાં બાવન જિનાલયવાળું એક દેરાસર, બે શિવમંદિર અને એક વિષ્ણુમંદિર તથા બે થી ત્રણ દેવી મંદિર હશે.
પ્રબંધચિંતામણિના ઉલ્લેખ મુજબ આ નગરીમાં સિદ્ધરાજે જળાશય બંધાવ્યું હતું.
નગરી કપડવંજની કુંડવાવ યાને વાવડી જે કુંડ, જેના બાંધકામ પરથી લાગે છે કે “તે વિક્રમ સંવતના બારમા સૈકાની ઉત્તરાર્ધની પચ્ચીસીમાં બંધાયેલ હશે"
-