________________
2
.STER
:
જ
*
અને મેવાડ બાજુ જવાને ટૂંક રસ્તે પણ અહીંથી પસાર થતું હતું, તે વખતે અમદાવાદ તથા વડેદરાના શરાફેની શાખાઓ કપડવંજમાં હતી.
ઈ.સ. ૯૧૧ના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે કર્પટવાણિજ્ય એ ખેટક (ખેડા) મંડળના હર્ષપુર (હરલ) આદિ ૮૪ ગામોમાંનું માતબર નગર હતું.
વિ. સં. ૧૧૦૦ સુધી રજપુતો આ શહેર પર રાજ્ય કરતા હતા, તે સમયે આ ગામ મહેર નદીના જે ભાગને શાહને આરે કહે છે, તે બાજુ વસેલું હતું, હાલમાં જે જગ્યાએ લેકેની વસ્તી છે, તે જગ્યાએ તે કાળે ગાઢ જંગલ હતું.
પૂર્વ બાજુના અંતિસરીઆ દરવાજા બાજુ પંચના ઉપાશ્રયની પાસે મધ્ય બજારમાં ખીજડીઆ હનુમાનની દેરી છે, જે ત્યાંના ૯૨ વર્ષના વયેવૃદ્ધના મુખેથી સાંભળવા મળ્યું તે મુજબ અહીં આજુબાજુ જંગલ હતું, તેથી તેનું નામ ખીજડીઆ હનુમાન છે.
કહેવાય છે કે તે વખતે આ જંગલમાં વાઘ, વરૂ, સિંહ, વગેરે ઘાતકી પ્રાણીઓ રહેતાં હતાં, તે પ્રાણીઓ અને જંગલને નાશ કરી ત્યાં વસ્તી શી રીતે થઈ હશે? તે વિષેની હકીકતમાં જાણવા મળે છે. કે–
“જ્યાં હાલમાં નીલકંઠ મહાદેવ છે, ત્યાં આગળ પ્રથમ એ મહાદેવ હતા, પરંતુ કોઈના જાણવામાં ન હતા, કઈ વાણીયાની ગાય દરરોજ એ જગ્યાએ જઈ પિતાની મેળે દૂધની ધારા કરતી, તેથી ઘેર બિલકુલ દૂધ દેતી નહિ, તેથી વાણીયાએ અને ગોવાળે તેમ થવાનું કારણ શોધવા માંડયું, અને ગુપ્ત રીતે ગાયની પાછળ ફરવા માંડયું, દરાજના નિયમ પ્રમાણે ગાયે ત્યાં જઈ દૂધની ધારા કરી. તે નજરે જોયું, તેથી તેમણે વિચાર કર્યો કે આ જગ્યાએ કાંઈક ચમત્કાર હે જોઈએ, બીજે દિવસે આવી છે ખેદકામ કર્યું તે અંદર ભેંયરામાંથી
૧ આ દાનપત્રની અક્ષરશઃ નેંધ “ગુજરાત વિદ્યાસભા પ્રકાશિત ગુજરાતના ઐતિહાસિક લેખે (લે. ગિરજાશંકર આચાર્ય ભા.ર)માં નીચે મુજબ મળે છે.
શક સં. ૮૩ર વૈ. સુ. ૧૫ ફૂટ રાજાઓના વંશજ મહારાજા અકાળવર્ષ (રાષ્ટ્રકૂટ વંશીય ધ્રુવસેન (બીજા)ના ભાઈ દંતીવર્માના પુત્ર)ના રાયે હર્ષપુર (હાસેલ)ના ૭૫૦ ગામની અંદર આવેલ કટવાણિજ્યની ચોરાશીમાં આવેલ વાધ્રાસગામ વલ્લરીકા નિવાસી ભટ ભારદ્વાજ ગેત્ર વાજિમાધ્યન્દિની શાખીય બ્રહ્મભટને બલિપૂર્વક દાન આપવામાં આવે છે.” –ઇતિહાસપ્રેમી સંશાધક છે. પોપટલાલ વૈદ્ય (ડેમાઈ-સાબરકાંઠા) લિખિત
અવશેષની આરાધના” નામે અપ્રકાશિત સંદર્ભગ્રંથમાંથી