________________
NUNTEMRE
-
-
૨
-
-
--
---
-
-
1 સાંસ્કૃતિક નગરી કપડવંજ સંસ્કૃતિ કેરાં મૂળ છે ઉચાં
કપડવંજની ધરતી માંહે રૂડાં કુદરતી સૌન્દર્યથી એપતા ગુજરાત પ્રદેશના ભાલ-તિલકસમાં ખેડા જિલ્લાના ૧૭ શહેર પૈકી ચરિત્રનાયકશ્રીન પાવન જન્મથી પુનિત બનેલ કપડવંજ શહેર અનેક રીતે
સ્મરણીય બનેલ છે, કેમકે-કપડવંજ અને તેની આસપાસના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ તપાસતાં ગુજરાત પ્રદેશમાં ખેડા જિલ્લા અને તેનું મુખ્ય નગર કપડવંજ શહેર ખૂબ સંસ્કૃતિ–સમૃદ્ધ અને સંસ્કારની અખૂટ-ખાણુસમું ભાસે છે.
પ્રાચીન સાહિત્યમાં મળી આવતા “કર્પટવાણિજ્ય ” એવા પ્રાચીન નામ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ભૂતકાળમાં કપડાના વ્યાપારના પ્રધાન કેન્દ્રરૂપે કપડવંજ હતું, તે વિના શહેરનું આવું નામ પ્રખ્યાત થવાને સંભવ નથી.
ગુજરાતનાં કેટલાંક પ્રાચીન શહેર સાથેની સરખામણીમાં કપડવંજનું નામ મોખરે ભિવે છે, તેનું કારણ એમ જણાય છે કે –
ગુજરાતમાં કપડવંજ અને તેની આસપાસને પ્રદેશ સૌથી જુનો એટલે મેહન-જો ડેરાના (ઈ. સ. પૂર્વે ૨૫૦૦ થી ૧૫૦૦ સુધીના ) સમયની લોથલ સંસ્કૃતિ કરતાં પણું વધુ શાચીન હવાની ધારણા કેટલાક પ્રમાણેના આધારે પુષ્ટ થાય છે.
કહેવાય છે કે શ્રી રામચંદ્રજી વનવાસના સમયમાં આ ભૂમિમાંથી પસાર થયા, ત્યારે અહીં ગાઢ જંગલ હતું, તેમજ જાબાલી મહર્ષિએ ઉત્કંઠેશ્વરને પિતાની તપિભૂમિ એનાવી હતી.