________________
મ
11/
007/
જેમાં આધ્યાત્મિક રીતે સવેચ્ચિ વિકાસ સાધનારા સેંકડો પુરૂષો અને સ્ત્રીએ જેન સાધુપણાની—સત્યાગની દીક્ષા સ્વીકારી કપડવંજના નામને ગૌરવવંતુ બનાવ્યું છે.
તેમાં પણ પૂજ્ય ચરિત્રનાયકૅશ્રી આ ભૂમિની પેદાશ હાવાના કારણે કપડવંજની કીર્તિને ચાર ચાંદ લાગ્યા છે.
કપડવંજ શહેર ખેડાની ઉત્તર-પૂર્વ ૩૬ માઈલ ઉપર મહોર નદીના પૂર્વ કાંઠે કિલ્લાવાળું ઉ.અ. ૨૩’–ર' અને પૂર્વ રેખાંશ ૭૩-૪' ઉપર આવેલું છે.
નડીયાદથી ૨૮ સા. દૂર આવેલ આ શહેરની પ્રાચીનતા માટે ઇ.સ ૧૮૮૨માં ડૉ. બ્રુસફૂટ નામના ભૂસ્તશાસ્ત્રીએ મહેાર નદીના કાંઠે હજારો વર્ષ જુના અવશેષો એકઠા કરી તેના વિષે સ ંશાધન કરી તારવણ કાઢેલ છે કે “કપડવંજની આસપાસ મળી આવેલા આ અવશેષ ૮૦૦૨ જીના લાગે છે.”
વધુમાં આ સંબધમાં વમાન સંશાધન પદ્ધતિ પૂર્વક ઉંડાણથી અભ્યાસ કરી મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાથરનાર વિદ્વન્દ્વયં શ્રી રમણલાલ નાનાલાલ મહેતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડાદરાના મુખપત્ર રૂપે પ્રગટ થતા “સ્વાધ્યાય” નામે વિદ્ભાગ્ય અભ્યાસપૂર્ણ લેખાથી ભરપૂર ત્રિમાસિક પત્ર (વર્ષ-૧, પુ. ૧-૨ સ. ૨૦૨૦ માહે જાન્યુ. ૧૯૬૪) માં “કપડવંજના લાખડના પ્રાચીન ઉદ્યોગ” નામે સંશોધનપૂર્ણ પેાતાના લેખમાં નીચે મુજબ મહત્ત્વની કેટલીક ખાખતા નોંધી છે-તે અહીં અક્ષરશઃ ઉષ્કૃત કરી છે.
વર્તમાન ઇતિહાસ અને ભૂસ્તર શાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે મહોર અને વરાંસી નદીના કાંઠે કપડવંજ તથા મહમ્મદપુરાની આજુબાજુ અતિ પ્રાચીન કાળથી કે જ્યારે લાયુગ આવ્યા ન હતા, પશુ અશ્મયુગ-પાષાણયુગ હતા, તે વખતના કેટલાક નક્કર પુરાવાઓ મળવાથી અશ્મયુગના સમયથી અહી વસ્તી હોય તેમ લાગે છે,
મહમ્મદપુરા પાસે વહેતી વાંસી નદીની જુની ભેખડમાં માટીના સ્તરી અદ્યતન શેાધન પદ્ધતિ પ્રમાણે નીચે પ્રમાણે છે.
(૧) નદીના હાલના પ્રવાહની નજીક રાખેાડી રંગની માટી,
(૨) લાલરંગના જેસ્પટ, લેટેરાઇટ વગેરેના કાંકરા,
(૩) કાંપ,
(૪) પવનથી ઉડેલી ધૂળ. (૫) હાલની જમીન.
અનાથ