SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ MSSQUŽVEURS પ્રકરણ-૯ - કપડવંજની ગરિમા “કપડવંજ ! તારી અકળ ખૂબીઓ, ઉત્તમનરની તું છે ખાણું........” ભારતવર્ષના નંદનવન તરીકે વિખ્યાત ગુજરાત પ્રદેશના મહામહિમશાલી કુદરતી છટાથી ભરપૂર ખેડા જિલ્લાના નડીયાદ, ઉમરેઠ, આણંદ, કઠલાલ, બાલાસીનેર આદિ અનેક રમણીય શહેરે છતાં પિતાની આગવી વ્યાવહારિક–એતિહાસિક વિશેષતાઓથી આપતું કપડવંજ શહેર ખરેખર અવર્ણનીય ગરિમથી શોભિત છે. ઉપરાંત સેનામાં સુગંધની જેમ આ શહેર ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિ હવાનું પણ ગૌરવ ધરાવે છે. કપડવંજ શહેર ખેડા જિલ્લાના ૧૭ તાલુકા પૈકી કપડવંજ તાલુકાનું પાટનગર છે. આ તાલુકે ૩૮૦ ચે. મા. ના વિસ્તારમાં પથરાયેલ છે, જેમાં ત્રણ લાખ કરતાં વધુ વસ્તી ૧૬૪ ગામડાઓમાં રહે છે. જેમાં ખેતી લાયક જમીન ૨ થી રાા લાખ એકર છે, તેમાં મગફળી, કપાસ, ડાંગર, બાજરી તલ, તુવેર, બાવટો કઠોળ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. શિયાળુ પાક અને ઉનાળુ પાક લગભગ ૧૫ થી ૨૦ હજાર એકર જમીનમાં સિંચાઈથી લેવામાં આવે છે, તેમજ દર વરસે ૬૦-૭૦ લાખ મણ જેટલી મગફળી પિલાય છે, ૩૦-૪૦ લાખ જેટલી રૂ ની ગાંસડીઓ તૈયાર થઈને દેશાવર જાય છે. આ રીતે મબલખ પાક ઉતારનાર કપડવંજ તાલુકાના મુખ્ય મથક રૂપ કપડવંજ શહેરમાં ઘણા આગેવાન મહાપુરૂ થયા છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy