________________
200
આ મુજબ સૈકાઓથી ચાલી આવતી દુશ્મનાવટથી દોરવાએલ માળવા અને ગુજરાતનાં શાસક વચ્ચે અવાર-નવાર થતી લડાઈના અનુસંધાનમાં ઈ. સ. ૧૪૫૩ના માર્ચ-એપ્રિલના ગાળામાં ગુજરાતના સુલતાન કુંતુબુદ્દીન શાહ અને માળવાના સુલતાન સાથેની ભયંકર લાઈ કપડવ‘જના પાદરમાંજ થયાની સાક્ષી તે વખતનેા ઇતિહાસ પૂરે છે.
અહી નવાઈની વાત એ છે કે— ઇતિહાસની આરસીમાં ઠેઠ સિધ્ધરાજ જયસિહના વખતથી પરસ્પર આક્રમણ કરી એક-ખીજાને હંફાવવાની ચાલી આવતી માળવા અને ગુજરાત વચ્ચેની સાઠમારીના અન્ત કપડવંજના પાદરે ખેલાએલ આ લડાઈમાં કાળમળે આવી ગયા.
વળી વિશિષ્ટતા એ હતી કે માળવા અને ગુજરાત વચ્ચે થએલ આ લડાઈ ગણત્રીના કલાકમાંજ પતી ગઈ અને ગુજરાતના સુલતાને માળવાના સુલતાનને હરાવી તેનેા તાજ તથા નગજડેલ કમરપટ્ટો કબજે કરી વિજયધ્વજ ફરકાવેલ,
આ રીતે આ ભૂમિ વિજય-ભૂમિ તરીકે પણ ઇતિહાસમાં અંક્તિ થએલ છે,
વળી આ નગરી વાણિજય-કળા–કુશળ સાહસિક વહેપારીઓની પણ કૅમ ભૂમિ હતી, કેમકે—
જે વખતે ગુજરાતના કાંઠે દરીયાઈ સમૃદ્ધિના કેન્દ્ર સમા વિવિધ ખતરાથી અનેક સાહસિક વહેપારીએ જાતજાતની દેશ-કાળના ભેદે સાંધી-મોંઘી ચીજોને વહાણામાં ભરી અરખી સમુદ્ર અને પેસિફીક મહાસાગરમાં થઈ દૂર દેશાવર સુધી વેપારી રીતે લઈ જઈ ગુજરાતની ગિરમાના વાવટા ફરકાવતા તે સમય વિક્રમની દશમી સદીનેા હતેા,
તે વખતે જેમ ભૃગુકચ્છખ ́દર (ભરૂચ) ગુજરાતનું સર્વોત્કૃષ્ટ વ્યાપારી મથક હતું, તે રીતે કપડવંજ પણ ભારતના જુદા જુદા દૂરના પણ પ્રાન્તા-પ્રદેશે સાથે ધમધેાકાર વેપારનું કેન્દ્ર હતુ.
ફરક એટલેાજ હતા ગુજરાતના દરીયાઈ કાંઠાના વેપારી મથકે ભૃગુકચ્છ, ખભાત, સાપારા આદિ બદરાએ દરીયાઈ માર્ગે વ્યાપાર ધીક્તા પ્રમાણમાં ચાલતા હતા. જ્યારે કપડવંજ સ્થળ–માગે સૌથી વધુ પ્રમાણમાં વ્યાપારનું મથક તે વખતે હતુ, કેમકે * આ લડાઈના છૂટક મળી આવતા હેવાલામાં એવું પણ નોંધાયું છે કે--આ લડાઈમાં ધોળકાના વીર સનિકા (જેએ દરવાજીયાના નામથી ઓળખાતા) એ અદ્ભુત ઝનુન બતાવેલ.
વળી માળવાના સુલતાનને ઉશ્કરનાર મુજફ્ફરખાનને પકડી ઠાર કરી તેનું માથું કપઢવ’જુના દરવાજે દ્રોહી અને ખટપટી તરીકે તુચ્છતા દર્શાવવા લટકાવેલ.
જી
વ
ન
(ર
ચ
*