________________
SCHUTZEEUCRE
ના વિદ્રોહ અને અંદરના મતભેદથી ન છૂટકે બાબીઓને બિનશરતી શરણાગતિ દામાજીરાવની ચરણે લેવાની ફરજ પડી - દામાજીરાવે ઉદારતાથી બાબી લોકોને પિતાની માલ-મિક્ત પાટણ, વિસનગર વગેરેમાંથી લઈ જવા દીધી અને સમી, રાધનપુર તથા નાનાં ત્રણ–ચાર ગામ તેમને કબજે રહેવા દઈ બાકીને આ પ્રદેશ ગાયકવાડી સત્તા તળે લીધે.
આ પ્રમાણે વિ. સં. ૧૮૨૨માં પાટણ, વિસનગર, વીજાપુર અને મહેસાણું પ્રાન્તને ઘણે ભાગ ગાયકવાડના તાબામાં આવ્યું.
પણ વિ. સં. ૧૮૧૯માં ગુજરાતમાં મરાઠાઓની સત્તાને અન્ત આવવા માંડે અને કંપની સરકારની સત્તા સર્વોપરી બનવા લાગી, એટલે ગાયકવાડનું રાજ્ય અંગ્રેજોના તાબાના રાજ્ય જેવું બની ગયું. ત્યાંના મહારાજા અને બ્રિટીશ રેસિડેન્ટ વચ્ચે કેટલીક વાર ઝઘડા પણ થતા.
વિ. સં. ૧૯૨૬ (ઈ. સ. ૧૮૭૦) માં ગાદીએ આવેલ મહારાજા મલ્હારરાવના સંબંધે બ્રિટિશ રેસિડેન્ટ કર્નલ ફેરે સાથે બગડવાથી તેણે વિરૂદ્ધ રિપોર્ટ કર્યો. ઝઘડો નિવારવા માટે વડોદરા રાજ્ય મુંબઈ સરકાર પાસેથી લઈને કલકત્તા સરકારના હાથ નીચે મૂકાયું.
પછી કનલફેરેના આક્ષેપના આધારે બ્રિટીશ સરકારે મહારરાવને રાજ્યકારભાર ચલાવવા ગેરલાયક ઠરાવી તેઓને પદભ્રષ્ટ કર્યા. - આ રીતે વિ.સં ૧૯૨૯ (ઈ.સ.૧૮૭૩) પછી ગુજરાતમાં છુટા-છવાયા અવસરને લાભ લઈ અંગ્રેજોનું શાસન સ્થિર થવા માંડયું, અને વિ.સં. ૧૩૬૦ લગભગ કરણઘેલાના વખતથી અવ્યવસ્થાથી અસ્થિર થયેલ ગુજરાતના શાસનતંત્રને લાભ વિધમી સત્તાએ ઘણે લીધે.
પરંતુ પૂજ્ય ચરિત્રનાયકશ્રી જેવા મહાન પ્રભાવક પુણ્યશાલી મહાપુરુષના જન્મના બે વર્ષ પહેલાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિ થાળે પડવા આવી હતી. આ પણ મહાપુરૂષનો એક અગમ્ય મહિમા ગણી શકાય.
, , COMMISSION
IITY