________________
MESEJAHTEMAS
તે દરમિયાન મહારાદ્ધમાં છત્રપતિ શિવાજીના વિ. સં. ૧૭૧ થી ૧૭૩૬ શાસન કાળ દરમિયાન મરાઠી સત્તા પ્રબળ બની હતી, શિવાજીએ ગુજરાતમાંથી મુસલમાનોને હટાવવા અવારનવાર ભારે પ્રયત્ન કર્યા, વિ.સં. ૧૭૨૦ અને ૧૭૨ ૬માં સુરત શહેર ઉપર ચઢાઈ કરી વિજય સાથે ખૂબ ધન મેળવ્યું, વિ.સં. ૧૭૩૬માં શિવાજીનું મૃત્યુ થયું.
વિ.સં. ૧૭૫૮માં મરાઠા સરદારોએ ફરીથી સુરત ઉપર આક્રમણ કર્યું, આ પ્રમાણે અવાર-નવાર મરાઠાઓના હુમલા ગુજરાત પર ચાલુ રહ્યા.
છત્રપતિ શિવાજીના પૌત્ર શાહુમહારાજા (વિ. સં. ૧૭૬૪ થી ૧૮૦૪) ના સેનાપતિ ખંડેરાવ-દાભાડેએ વિ. સં. ૧૭૬૧માં મુસલમાન સાથે સખત ટક્કર ઝીલી–મુસલમાનોને હરાવી–તગેડી મૂક્યા, તેમજ વિ સં. ૧૭૬૮માં સુરતથી ઔરંગાબાદ બાદશાહનો ખજાને લઈને જઈ રહેલા ઈબ્રાહીમને દાભાડેએ હરાવી પ્રજાને કબજે કર્યો.
આ વખતે નિઝામ-હેદરાબાદરાજ્ય-સ્થાપક અફજા અને સૈયદ સૂબા-આલમ અલીખાનને સેનાપતિ દાભાડેએ મદદ કરી, તે લડાઇમાં દામાજીરાવ ગાયકવાડ નામના સૈનિકે ખૂબજ વીરતાભર્યું પરાક્રમ દર્શાવેલ, જે ઉપરથી ખુશ થયેલા સેનાપતિ દાભપડેએ શાહુ મહારાજા આગળ તેની ખૂબ પ્રશંસા કરી. જેથી શાહમહારાજે દામાજી ગાયકવાડને સમશેરબહાદુરના ઈલ્કાબથી વાળે અને લશ્કરમાં સારી પ્રતિષ્ઠિત પદવી પર નિમણુંક કરી.
થોડા સમયે ખંડેરાવ-દાભાડે મર્યા પછી તેને પુત્ર ગ્રંબકરાવને સેનાપતિપદ મળ્યું, અને દામાજી ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવને મળી.
આ પીલાજીરાવ જ ગાયકવાડી રાજ્યના મૂળ સ્થાપક મનાય છે.
તે વખતે સેનગઢ મેહવાસી ભીલ લોકેના તાબામાં હતું, તેમની પાસેથી પીલાજી રા વિ. સં. ૧૭૭૫માં તેને ડુંગર કબજે કરી ત્યાં કિલ્લે બના, ગાયકવાડ સરકારની મૂળ ગાદી અહી સ્થાપી.
વિ. સં. ૧૭૮૬માં બાબીઓ પાસેથી વડેદરા જીતી લઈ પિતાની રાજધાની તરીકે તેને બનાવીને પીલાજીરાવે ગુજરાતમાં ગાયકવાડી-રાજ્યની શુભ સ્થાપના કરી.
આ પછી પીલાજીરાવ અને બાજીરાવ-પેશ્વા વચ્ચે લડાઈ થઈ તેમાં પેશ્વા હારી ગયા, ફરી ભીલપુર આગળ લડાઈ થઈ, તેમાં સેનાપતિ મરણ પામ્યા, પરિણામે પેશ્વાની સત્તા મરાઠાઓ ઉપર નામની રહી.
WOJOWY - 10006