SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ SES ZAVIŠTEURS સ્ત્રી રૂપસુંદરીના રૂપમાં મુગ્ધ બનેલ રાજા કરણે ભાવિ-ગે મર્યાદા મૂકી છળ પ્રપંચથી રૂપસુંદરીને પિતાની રાણું બનાવી. આ ઉપરથી છંછેડાએલા માધવરાયે બદલે લેવાના ઈરાદાથી-દિલ્હી જઈ ત્યાંના બાદશાહ અલાઉદ્દીન ખીલજીને ગુજરાતની સમૃદ્ધિનું પ્રલોભન આપી ગુજરાત પર ચડાઈ કરવા ઉશ્કેર્યો. તેથી અલાઉદ્દીને પિતાના ભાઈ અલપખાનને મોટું લશ્કર લઈ વિ. સં. ૧૩૫૩માં ગુજરાત પર ચડાઈ કરવા મેક, તેમાં કરણ (ઘેલ) હાર્યો અને પિતાની વહાલી-પુત્રી દેવળદેવીને લઈ ડુંગરમાં લપાઈ ગયા. રાણ મુસલમાનના પંજામાં ફસાઈ પડી, તેને પકડીને દિલ્હી લઈ ગયા, અલાઉદીને તેની સાથે લગ્ન કર્યું, મુસલમાન-ફજેના સીતમથી ગુજરાત પાયમાલ થયું, પ્રજાને જાન -માલની ઘણી ખુવારી થઈ, મંદિરે તૂટ્યાં, ઘણાં મસ્જિદમાં પલટાયાં. ભાગી છૂટેલા કરણ ઘેલા) ને ડુંગરમાંથી મુસલમાની ફેએ પાંચ-છ વર્ષે પણ શોધી કાઢયે, પિતાને બચાવ કરવા કરણ ઘણું લડે, પણ છેવટે વિ. સં. ૧૩૬૦ માં મુસલમાનોના હાથે લડાઈમાં મરા, કરણ (ઘેલા)ની વહાલી પુત્રી દેવળદેવીને મુસલમાનો દિલ્હી લઈ ગયા, બાદશાહે પિતાના કુંવર સાથે એને પરણાવી દીધી. - આ રીતે ભાવિની વિચિત્રતાએ કરણ (ઘેલા) ની પરસ્ત્રી-લંપટપણાની ભૂલથી આખા ગુજરાતમાં મુસલમાનોને પગ પેસારે થયે, અને ગુજરાતની ગાદી અસ્ત પામી, ક્ષત્રિના હાથમાંની સત્તા વિધમઓના હાથમાં ગઈ હવે પછી ગુજરાત દિલ્હીના તખ્ત પર શાસન કરતા બાદશાહની સત્તા તળે આવ્યું, બાદશાહો પિતાના તરફથી ગુજરાતને વહીવટ ચલાવવા સુબાઓને મેકલતા હતા. કાલ-કમે દિલ્હીમાં આંતરિક અવ્યવસ્થા અને કલહના કારણે શાસનતંત્ર ખિલજી વંશમાંથી તઘલખ વંશમાં ગયું. - દિલ્હીમાં મહંમદ તઘલખ જ્યારે ગાદી પર આવ્યા, ત્યારે ગુજરાતમાં મુસલમાનો સામે પ્રજાએ અને ક્ષત્રિય રાજાઓએ મળીને દિલ્હીની સત્તા સામે બળવો કર્યો, પણ સત્તાના જોરથી કડી આગળ થયેલી ઝપાઝપીમાં બળવાખેરેને કાબુમાં લઈ–બળવાને દબાવી દીધે. તે પછી ફિજખાન બાદશાહ છે, તેણે વિ. સં. ૧૪૪૭ માં જાફરખાનને આ ગરમાણ * Sા ર )
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy