________________
M
BOVU
હરાવી પંચાસરનું પિતાનું પૈતૃક રાજ્ય પાછું મેળવ્યું, પણ પિતાની રાજધાની તરીકે આજે જ્યાં પાટણ શહેર છે ત્યાં અણહિલ નામના ઉપકારી ભરવાડના નામ ઉપરથી અણહિલવાડ નામે વિ. સં. ૮૦૨ ના ચિત્ર વદ-૨ ને રેજ નગરી વસાવી.
પિતાની માતાને ખરે વખતે આશ્રય આપી ઉપકાર કરનારા શ્રી શીલગુણસૂરિ મને ઉપકારી તરીકે માની પંચાસરથી તેઓના ઈષ્ટ ઉપાસ્ય દેવ શ્રીપાશ્વનાથ પ્રભુના સુંદર બિંબ સાથે પાટણમાં લાવવામાં આવ્યા.
તે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ પંચાસરા પાર્શ્વનાથ તરીકે આજે પણ પાટણ શહેરમાં બિરાજમાન છે, લાખો રૂપિઆ ખચીને તેને જીર્ણોદ્ધાર હાલમાં થયે છે અને તેના સ્થાને નવું સુંદર જિનાલય તૈયાર થયું છે.
વનરાજે પોતાના વનવાસ દરમિયાન આર્થિક સહાયતા આપનાર ચાંપરાજ શેઠને મંત્રીશ્વર બનાવ્યા, તેના નામ ઉપરથી ચાંપાનેર વસાવ્યું, વનરાજ ૬૦ વર્ષ રાજ્ય ભોગવી ૧૧૦ વર્ષનું લાંબું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૮૬૨ માં સ્વર્ગવાસી થયે,
તે પછી વિ. સં. ૮૬૨ થી ૯૮ સુધી ગરાજ, ક્ષેમરાજ, ભુવડ, વીરસિંહ, રાદિત્ય અને સામંતસિંહ ગુજરાતની રાજ્યગાદીએ આવ્યા.
સામંતસિંહને પુત્ર ન હોવાથી પિતાના ભાણેજ મૂળરાજ સોલંકીને દત્તક લીધે. પણ રાજ્યના લેભથી મામાને મારી વિ. સં. ૯૮ માં તે પોતે ગાદીએ બેઠે, ત્યારથી ગુજરાતમાં સેલંકી-વંશનું રાજ્ય થયું.
મૂળરાજ સોલંકીએ ગુજરાતની આણ ચોતરફ ફેલાવી, તે ચુસ્ત શિવભક્ત હતા, તેમજ વિદ્યા-પ્રેમી પણ હતો, ઉત્તર-પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણોને સન્માન પૂર્વક તેડાવી શ્રીસ્થલ (સિદ્ધપુર), ખંભાત, શિહેરમાં વસાવ્યા.
હિંદુઓને પવિત્ર નદી તરીકે માન્ય સરસ્વતી નદીના કાંઠે વસેલ શ્રીસ્થલ-સિદ્ધપુરમાં શિવ-ભક્તિના પ્રતીક તરીકે મોટું, ઊંચું, ભવ્ય કલા-સમૃદ્ધ રુદ્રમહાલય નામે મંદિર બાંધવાની શરૂઆત કરી, તે પુરું થતાં પહેલાં જ મૂળરાજ ૫૫ વર્ષ રાજય કરી વિ. સં. ૧૯૫૩માં સ્વર્ગવાસી થયે.
આ મંદિરના ખંડેરે આજે પણ સિદ્ધપુરમાં રૂદ્રમાળના ખંડેર તરીકે ઓળખાય છે.
મૂળરાજ પછી વિ. સં. ૧૦૫૩ થી ૧૧૨૮ સુધી ચામુંડ, વલ્લભસેન, દુર્લભસેન અને ભીમદેવ (પ્રથમ) એમ ચાર રાજા થયા.