________________
MESYUŠUŠTESSORS
AિRE
,
.
રર
ત્યારબાદ ઈ ડે-પાથઆન વંશનું રાજ્ય થયું, તે વંશના રાજાઓ ગુજરાતમાં અધિકારીઓ મોકલતા–જે ક્ષત્રપ કહેવાતા, પાછળથી તેઓ પોતે જ સ્વતંત્ર સત્તાધીશ રાજાઓ બની બેઠા.
આ ક્ષત્રપ રાજાઓની રાજધાની માળવામાં હતી અને સુરત સુધી તેમણે સત્તા જમાવી હતી. પ્રાચીન ગ્રંથમાં “ત્રીજા ક્ષત્રપ રાજા રુદ્રદામનને એક અમલદાર ગુજરાત, સૌરાષ્ટ્રને અધિકારી હતો.” એવી નોંધ મળે છે.
ક્ષત્રપ પછી ગુપ્તવંશના રાજાઓનું રાજ્ય થયું. તેમની રાજધાની કનેજમાં હતી. વિક્રમ સંવત્ ૩૧૩ માં ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત વિકમાદિત્યે ભરૂચ સુધી આવી ગુજરાત અને કાઠીયાવાડ પર શાસન જમાવેલ.
આ ગુપ્તવંશના સેનાપતિ ભટ્ટાકે વિ. સં. ૩૯૬ માં વલભી રાજ્ય સ્થાપ્યું હોવાનું કહેવાય છે.
વિ. સં. ૬૭૦ સુધી ગુજરાત ઉપર વલભીવંશના રાજાઓને અમલ રહ્યો હોવાનું જણાય છે.
આ વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય થએલ, તેનું રાજ્ય સીથીઅન (હાલ જેઓ કાઠી તરીકે ઓળખાય છે તે લોકોએ ચઢાઈ કરી લઈ લીધું હોવાનું મનાય છે. - વલભીપુરમાંથી નાસી છુટેલા કે પછી બીજા કોઈ સાહસિક રજપૂતે ગુજરાતના અતિપ્રખ્યાત શ્રીશંખેશ્વર મહાતીર્થ પાસેના પંચાસર ગામમાં રાજ્ય સ્થાપ્યું.
આ રાજાઓ ચાવડા વંશના હતા. વિ. સં. ઉપર માં અહીં જયશિખરી નામે રાજા હતો.
આ વખતે કનોજ દેશના કલ્યાણનગરમાંના સોલંકી વંશના ભૂવડ નામના રાજાએ મેટા લશ્કર સાથે પંચાસર ઉપર ચઢાઈ કરી, ભાવિ–ોગે તેમાં જયશિખરી મરા, અને તેની સગર્ભા રાણી ભાગીને જંગલમાં ગઈ, જંગલમાં વૈશાખ સુદ ૧૫ના દિવસે રાજકુમારને જન્મ થયે-તે ઉપરથી તેનું નામ વનરાજ પડ્યું. - તે વખતના યતિ શ્રી શીલગુણસૂરિ મ. જંગલમાં ઝાડપર બાંધેલા કપડાના હીંચકામાં સૂતેલા છ મહીનાના વનરાજ ઉપરથી સૂર્ય ફરવા છતાં ઝાડની છાયા ન ખસતી જોઈને કુતૂહલથી ધારીને જોતાં બાળકની રેખાઓ અને સુંદર લક્ષણોથી “ભવિષ્યમાં કઈ મહાન વ્યક્તિ થશે એમ ધારી તેની માતા (રાણી)ને ઉપાશ્રયમાં આશ્રય આપ્યો.
કાલક્રમે વનરાજે પિતાના મામા સુરપાળ સાથે વ્યવસ્થિત તૈયારી કરી ભુવડને
I