________________
00042
પ્રકરણ-૫
શ
ગુજરાતના ઇતિહાસ
મૂળ સંસ્કૃત શબ્દ ‘ગુજરરાષ્ટ્ર’ઉપરથી અપભ્રંશ ‘ગુજરાત’ થયું હોય એમ લાગે છે, અથવા ગુજરાની આ દેશમાં વધુ વસ્તી હેાવાના કારણે ‘ગુજરાત’ એવુ’ નામ પડયું લાગે છે.
તેઓ હિંદુસ્તાનના વાયવ્ય ખૂણા તરફથી પ ંજાબ અને મારવાડના રસ્તે ગુજરાતના પ્રદેશમાં ઉતરી આવી વસ્યા હેાવાનુ` કહેવાય છે, અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે-ગુપ્તવંશની પડતીના વખતમાં ગુર્જર સરદારા સ્વતંત્ર થયા અને રાજ્ય કરવા લાગ્યા.
અત્યારે મળી આવતી નોંધ ઉપરથી એમ જણાય છે કે—
ઇસ્વીસનની પૂર્વ' ત્રીજા-ચોથા સૈકામાં કાઠીયાવાડમાં સૌય વંશના રાજાઓનું રાજ્ય હતું,
સમ્રાટ્ પ્રિયદશી તરફથી નીમાએલા સૌરાષ્ટ્રના દંડનાયક જુનાગઢમાં રહી વહીવટ ચલાવતા.
સમ્રાટ્ પ્રિયદશી પછી સૌરાષ્ટ્ર અને ગુજરાત ગ્રીક-બાકિયન રાજાના તાબામાં આવ્યાં, આ રાજાઓનું રાજ્ય ૧૦૦ વર્ષ ચાલ્યું.
* ગુજરાતની ભૂમિ ઉપર જુદા જુદા શાસકોએ પેાતાની સત્તા જમાવી, શાસન ચલાવ્યું, સારા-નરસા પ્રભાવા રેડયા અને ગુજરાતને વિશિષ્ટ સ્થિતિમાં મુકવાને જેએએ પુરુષાર્થ કર્યાં છે, તે સત્તાધારીઓના સામાન્ય પરિચય અહીં આધુનિક ઇતિહાસના આધારે રજુ કરાય છે. (સં.)
DE
૧૭