________________
કર
મામા:
- પરિશિષ્ટ-૬
પૂ. ચરિત્રનાયકશ્રીની તથા તેમના પિતાશ્રી આદિની
ઉદાત્ત વિચારધારાને
રજુ કરતા
પ્રા...ચી..ન..૫ ત્રો (પૂ. ચરિત્રનાયકશ્રીના ધાર્મિક-જીવનનું ઘડતર ઉદાત્ત-રીતે કરનાર આદર્શ-શ્રાવકરત્ન શ્રી મગનભાઈ ભગતની શ્રેષ્ઠ વિચારધારાને રજુ કરતા કેટલાક પત્રો તેઓના જ હાથના લખેલ હેઈ પ્રાચીન-સામગ્રી તરીકે ખૂબ જ મહત્વનાં ધારી અહીં રજુ કર્યા છે.
પૂ. આગમોદ્ધારક, ધ્યાનસ્થ-વર્ગત આચાર્યદેવ શ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મ.ના પટ્ટ પ્રભાવક, શ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક, પ્રવર-વ્યાખ્યાતા, મહાન તપસ્વી, શાસન-પ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગર-સૂરીશ્વર ભગવંતના પટ્ટશિષ્ય પૂ. આ. શ્રી. દેવેન્દ્ર સાગર સૂરિવર્યના શિષ્યરત્ન પૂ. ૫. શ્રી દેલતસાગરેજી મ.ને ઉદયપુરના ચાતુર્માસ દરમ્યાન સાગરના ઉપાશ્રય તરીકે વિખ્યાત શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયની પાસે શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુના દહેરાસર પાસેની જુની ઓરડીની સફાઈ વખતે કચરા તરીકે ફેંકી દેવાયેલ કાગળના ઢગલામાંથી પૂઆગામોદ્ધારક આચાર્ય દેવ-ભગવંતના જીવનની કેટલીય અજ્ઞાત કડીઓને સાંકળી આપનાર ૧૫૦ થી ૨૦૦ જુના હસ્તલિખિત પત્રો (પોષ્ટકયાર્ડ, કવર વગેરે જુની ટપાલને જ) મળી આવેલ.
તેને સંશોધન દષ્ટિએ જોતાં ઘણા મહત્વના પત્રો તેમાંથી જડયા છે. તે સંગ્રહમાંથી કેટલાક પત્રો અહીં રજુ કર્યા છે.
જે પૂ. ચરિત્રનાયકના પિતાશ્રી શ્રી મગનભાઈ ભગતની તેમજ પૂ. ચરિત્ર નાયકશ્રીની ઉદાત્ત તાત્વિક–દષ્ટિ અને ધીર-ગંભીર પ્રકૃતિને પરિચય કરાવનાર છે.
સુજ્ઞ વિવેકી-વાચકે રેગ્ય રીતે આ પત્રોને સદુપયોગ કરે.
:
-