________________
THS 2018
fi
E
-
-
-
-
-
-
આ રીતે ગુજરાતમાં વસતા જેનેએ ગુજરાતના ઉત્કર્ષ માટે જે ફાળો આપ્યો છે, તે આજે ફળ અને ફાલતે નરી આંખે જોઈ શકાય છે.
ગુજરાતના સદ્દભાગે મધ્યકાલીન ગુજરાતના સુવર્ણયુગના સટ્ટા તરીકે વિખ્યાત મૂળરાજ, સિદ્ધરાજ, અને કુમારપાળ જેવા ત્રણ રાજવીઓએ માત્ર ગુજરાતની હદ વિસ્તારી એટલું જ નહિં, પણ એની સાંસ્કૃતિક ભૂમિકાને પાયે દઢ કર્યો, અને કળા, શિક્ષણ તેમજ ધર્મરૂપ ત્રિવેણીના સર્જનમાં અગ્રેસર પદવી મેળવી.
ગુજરાતનું અર્થતંત્ર ઘણું પ્રાચીન કાળથી વ્યાપાર અને ઉદ્યોગમાં આગળ વધેલું હતું, પશ્ચિમની પ્રજા જ્યારે સુધરેલી ન હતી ત્યારે પશ્ચિમ હિંદના શિરોમણિ સમા ગુજરાતે જાહજલાલીનું મધ્યાહ્ન જોયું હતું.
ગુજરાતના લેકે દરિયે ખેડતા, નાની ઉથલપાથલ કરતા, જમીન અને રિયાઈ માર્ગે હજાર માઈલથી બહુમૂલ્ય સામગ્રી દેશમાં લાવતા, પશ્ચિમના લેકે જ્યારે ક્યાસ એ શું છે? તેનાથી તદ્દન અજાણ હતા, ત્યારે ગુજરાતમાં વિવિધ પ્રકારનાં કપડાં તૈયાર થતા અને બહારના દેશમાં એ કપડાં સોનાના ભાવે વેચાતાં.
ઈસ્વીસનની શરૂઆત પણ થઈ ન હતી, તે પહેલાં ગુજરાતના બંદરે પૂર્ણ રીતે ખીલેલાં હતાં.
હ્યુ-એન-સંગ નામના મુસાફરે જણાવ્યું છે કે “ગુજરાતની કુદરતી સમૃધ્ધિ સિવાય ત્યાંના લોકેની વ્યાપારી બુદ્ધિ એટલી બધી જવલંત હતી કે તેઓ તે સમૃદ્ધિમાં અવર્ણનીય રીતે વધારે કરી રહ્યા હતા.
ગુજરાત ભાવના પ્રધાન દેશ છે, ગુજરાતીઓમાં હૃદયની પ્રધાનતા છે. લલિત કળા પ્રત્યેને ઘણે અનુરાગ છે. તેઓ પ્રકૃતિ પ્રિય છે, તેમનું હૈયું પ્રકૃતિ સાથે મળેલું છે. પ્રકૃતિમાં થતાં પરિવર્તનની અસર તેમનાં હૃદય ઉપર ઘેરી થાય છે. તેઓ ભાવુક હોય છે, તેનું પ્રમાણ તેમનાં ખાન-પાન, રહેણીકરણ વગેરેથી આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતનું સાહિત્ય મહદ અંશે પ્રકૃતિની છાયાવાળું લખાયું છે.
આવા આ રળિયામણા પ્રદેશના મહિમાને કવિઓએ ઘણા ઘણા રૂપમાં બિરદાવેલ છે. મુક્તમને તેની પ્રશંસા કરતાં કહ્યું છે કે