________________
.
-
-
-
SMURTEARE,
ગુજરાતની કલાની સમૃદ્ધિની ટોચ સમા દેલવાડાના વિમલવસહી, લુણવસહી ખરતરવસહી, તારંગા, ગિરનાર અને શત્રુંજય પરના જૈન મંદિરને લીધે ગુજરાત ભારતીય સ્થાપત્યમાં પ્રમુખ સ્થાન ભેગવે છે.
શત્રુંજય, ગિરના૨, તારંગા, આબુ અને પાવાગઢ જેવા ગુજરાતના પર્વતશિખરે ઉપર જે જૈનેના વિશાળ મંદિર સમૂહો ન હોત તે આ સ્થાનની ભક્તિભર્યા ભાવિકના આક
કેન્દ્ર ન બની શકત.
આ યુગમાં પણ કાવી, ગંધાર, પરેલી, માતર, પાનસર, એરિસા, શંખલપુર, શંખેશ્વર, રાતેજ, ભાયણ, ચાણસ્મા, ચારૂપ, મેવાણું, ભીલડીયાજી વગેરે અનેક નાના ગામમાં અને જંગલમાં પણ જેનેએ લાખ રૂપિયા ખર્ચીને મંદિરનું નિર્માણ કર્યું - કરાવ્યું છે, જેથી તેઓ ગુજરાતની સાંસ્કૃતિક–અમિતામાં વૃદ્ધિ કરનારા થયા છે.
ગુજરાતના ઉત્કર્ષને ઈતિહાસ ટકાવી રાખવા માટે મૂળરાજથી માંડી કુમારપાળ સુધીના વંશનું સુકીતન પૂ. આ. હેમચંદ્રાચાર્યે કાવ્યબદ્ધ કર્યું છે, તે વંશના રાજર્ષિ કુમારપાલનું ધાર્મિક જીવન શ્રી સેમપ્રભાચાર્ય મ, શ્રી યશપાલ કવિ, શ્રી પ્રભાચંદ્રાચાર્ય મ, શ્રી મેરૂતુંગસૂરિ મ., શ્રી જયસિંહસૂરિજી અને શ્રી જિનમંડનગણ વગેરે અનેક જૈન વિદ્વાનેએ વર્ણવ્યું છે.
આ કારણે હિંદુસ્તાનના બીજા બધા પ્રદેશની અપેક્ષાએ ગુજરાતનો ઈતિહાસ વધારે વ્યવસ્થિત મળે છે.
હિંદી, મરાઠી, બંગાળી અને ગુજરાતી ભાષાઓની સાક્ષાત જનની અપભ્રંશ ભાષા મનાય છે, તેનું પણ એટલું વિપુલ અને વિશિષ્ટ સાહિત્ય ગુજરાતના જૈન ભંડારમાં મળે છે, તેટલું બીજા કેઈ સ્થળે મળતું નથી.
અણહિલપુર, ભરૂચ, ખંભાત, કપડવંજ, ધોળકા, ધંધુકા, લીંબડી, વલ્લભી પુર, ઘોઘા, જુનાગઢ, મોરબી, વાંકાનેર, કર્ણાવતી, અમદાવાદ, ડભોઈ, વડોદરા, સુરત, પાલનપુર, ચંદ્રાવતી, ઈડર, વડનગર વગેરે ગુજરાતના ઘણું નગરોના ઉપાશ્રામાં રહી જૈન મુનિરાજેએ સંસ્કૃત અને બીજી ભાષાઓના ઘણા ગ્રંથનું નિર્માણ કર્યું છે.
આ ગ્રંથમાં ધાર્મિક સાહિત્ય ઉપરાંત વ્યાકરણ, કેષ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, છંદ, નાટક, ન્યાય, આયુર્વેદ, તિષ, મંત્ર, યંત્ર, તંત્ર, ગણિત, આખ્યાન, રાસ, ચરિત્ર, પ્રબંધ વગેરે જ્ઞાન-વિજ્ઞાનના અનેક વિષયોને સમાવેશ થયેલ છે.