________________
વિવેકી શ્રાવકેએ પિતાના સંતાનોને શ્રાવકપણું અને માર્ગાનુસારને અનુરૂપ વેશ-પરિધાન તરફ રૂચિકર-પદ્ધતિથી વાળવાની ખાસ પ્રવૃત્તિ કરવી ઘટે. ચિત્ર ૭ -
૫. ચરિત્રનાયકશ્રી પૂર્વજન્મની આરાધનાના બળે તેમજ આદર્શ–પિતારૂપ શ્રી મગનભાઈ ભગત દ્વારા અવારનવાર સામાયિકમાં, બપોરે વાંચનમાં અને રાત્રે ધર્મ–ચર્ચામાં વિવિધ તાત્વિક–સમજણ મળવાના પરિણામે નાની-વયના પણ પૂ. ચરિત્રનાયકશ્રી વૈરાગ્યની ઉદાત્ત-ભૂમિકા તરફ વળવા માંડયા હતા.
પરિણામે ટૂંકમાં એટલી તે પાકી સમજણ થઈ ગયેલ કે
લગ્નના બંધનમાં ફસાયા પછી તે કશેટાના કીડાની જેમ સંસારની જાળમાંથી છટકવું મુશ્કેલ છે, તેથી પુણ્યની ખામીએ અનુકૂળ-સંગો ન મળે અને સંસાર ત્યાગરૂપ દીક્ષા કે ચારિત્ર મોડું લઈ શકાય તેમ છતાં પણ પહેલાં પાળ બનાવવાની જેમ મેહના સંસ્કારનું પ્રબળ આક્રમણ થવા ન પામે, તે માટે પ્રાચીનકાળની મહત્વપૂર્ણ ભારતીય-સાંસ્કૃતિક-પરંપરાના ધારણે નાની વયમાં જ સગપણુ-વિવાહ થઈ ગ્ય-ઉમ્મરે લગ્ન કરી દેવાના માતાજીના અભિપ્રાયને ચતુરાઈથી પારખી એકાંતમાં માતાજીને પગે લાગી સંસારથી છૂટવાની ભાવના જણાવી મહેરબાની કરી લગ્નના બંધનમાં ન ફસાવવા વિનંતી કરેલ.”
તેમ છતાં મોહવશ માતાજીએ તેને છોકરમત સમજી પિતાના કર્તવ્યની ઘેલછાભરી ધૂનમાં ભગતની અંતરંગ ઈચ્છા નહિ છતાં કુટુંબીઓને આગળ કરી પૂ. ચરિત્રનાયકશ્રીની બાર વર્ષની વયે સગપણની વાત શરૂ કરી.
અવસરે કન્યાપક્ષવાળા મૂરતિયાને જોવા ઘરે આવે, પસંદ પડે એટલે જોષીના આપેલ મુહુર્ત ચરિત્રનાયકશ્રીને રૂબરૂ લાવે, ત્યારે સિંહને પાંજરામાં પુરવાની રીતિ સમજી જઈ પૂ. ચરિત્રનાયકશ્રી વિનય-મર્યાદાપૂર્વક પૂ. પિતાશ્રીની મુખાકૃતિ પરથી મૂક સંમતિ જાણ સ્પષ્ટપણે પિતાના ભાવી શ્વસુર-સાસુ વગેરેને બેધડક કહેતા કે
મારી માતાજીની ઈચ્છા પ્રમાણે તમારૂં શ્રીફળ હું લઈ લઉં છું, પણ એક વાત ચોક્કસ ધ્યાનમાં લેશે કે અનુકુળ-સમયે વહેલામાં વહેલી તકે હું દીક્ષા લેવાને છું, આ સમજીને આગવી પગલું ભરજો !?
એટલે પેલા સંસારના વાતાવરણમાં રંગાયેલ વેવિશાળ કરવા આવેલ સંબંધીઓ તે નાનકડા હેમચંદની ધીરતાભરી વાત સાંભળીને ડઘાઈ જતા અને માતાજી પણ ચક્તિ થઈ જતી.
ચિત્રમાં માતાની વિદ્વતા અને ભગત (પિતાજી)ની ધીર-ગંભીરતાના દર્શન થાય છે.
જા