________________
ચિત્રમાં જમણે દેખાય છે કે એટલા ઉપર વિવિધ આપવા-લાયક વસ્તુઓની ટોપલીઓ પાસે રાખી જરૂર--પ્રમાણે સહુને આપી યાચના મૂક આશીર્વાદ પૂ. ચરિત્રનાયકશ્રી મેળવી રહ્યા છે.
વિરામાસન પર બેઠેલા પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગત પણ પૃ. ચરિત્રનાયકશ્રીની આવી દ્રવ્યદયાજન્ય પોપકારની વૃત્તિ અને તે પાછળ ધબકતી હૈયાની લાગણી જે અંતરથી ખૂબ આનંદિત થતા.
મહેતાજીને પણ ખાનગીમાં કહી રાખતા કે-“હેમચંદની મનોદશાને ધક્કો લાગે તેવી રીત-ભાત ન રાખશે! માંગે તે પ્રમાણે તમે આપશો! અલબત્ત છોકરમતમાં દુરૂપયોગ ન થાય તેની કાળજી જરૂર રાખશે !”
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીની ધાર્મિકતા અને વ્યવહાર-શુદ્ધિભય આચારનિષ્ઠા વાળા જીવનની મૂઅસરતળે નાનપણથી જ દુઃખી-જીના દુઃખ હળવા કરવાની દિશામાં પગલાં સ્વતઃ માંડી શક્યા હતાં.
જેના કે પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી-જીવનમાં ઓતપ્રેત બનવા પામેલી ભાવદયાના પાયામાં દ્રવ્યદયાની પ્રધાન–ભૂમિકા નાનપણથી કેળવાતી ગઈ.
વધુમાં તે દ્રવ્યદયાની ભૂમિકામાં તત્વજ્ઞાન અને પ્રભુ-શાસનની તાત્વિક–સમજણ ભળતાં જ પૂર્વજન્મની આરાધનાના બળે ભાવદયા વિશિષ્ટ રીતે સ્વતઃ પ્રગટવા માંડી.
જેના કે વિકાસના બળે ધીરતાપૂર્વક સંયમ-પ્રાપ્તિ અને ભગીરથ–પુરૂષાર્થ દ્વારા આગમનું શુદ્ધિકરણ, સંકલન, મુદ્રણ આદિ કરાવી સામુદાયિક મોટી સાત વાચનાઓ આપી આખા શ્રમણસંઘમાં આગમને અભ્યાસ સુગમ બનાવી દીધે.
છેવટે સંપ્રદાયના અભિનિવેશવશ તે આગમોના પાઠના પાઠો પ્રક્ષેપના નામે ઉડવા ન પામે, તે માટે પાલીતાણુમાં આરસની શિલાઓ ઉપર અને સુરતમાં તામ્રપત્ર ઉપર બધા આગમે છેતરાવી જિનશાસનના પુણ્ય-આરાધકે પ્રતિ પિતાની અખૂટ ભાવદયા ચરિતાર્થ કરી.
આવા મહાન પુણ્યવાન પૂ. ચરિત્રનાયકશ્રીને બાળપણમાં ભાવ-દયાને પ્રગટ કરી શકે તેવી દ્રવ્યદયાની–ભૂમિકાનું સર્જન કેવી રીતે થયું ? તેનું મૂર્ત-દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૬ –
પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબને સંક્ષિપ્ત પરિચય આ ચિત્રમાં છે.
વચ્ચે પુણ્યવતી માતાજી તથા ડાબે ચરિત્રનાયકશ્રી તથા જમણે પૂ. ચરિત્રનાયકશ્રીના વડિલબંધુ શ્રી મણિભાઈ શ્રાવકના ઉચિતવેશમાં દેખાય છે.