________________
SuÏínεEURS
M
કૂવાનાં કે વહેતા ઝરણાનાં સ્વચ્છ પાણી, સાત્વિક ખારાક તાજા ફળ-ફૂલ, શાકભાજી, દૂધદહીં વગેરે આરોગ્યને રક્ષવામાં અને તેના નિવાસીઓને તાકાત બક્ષવામાં સહાયભૂત ખને છે.
એટલે અહીંના લેાકે સાદું જીવન જીવનારા અને ધાર્મિક વૃત્તિથી રંગાયેલા છે,—તેથી તેઓમાં એક-બીજાને માટે કાર્ય કરવાની વૃત્તિ, હૃદયની ઉદારતા, ક્ષમા–દયા, માયાળુપણુ, ભેાળપણ વગેરે ગુણે! સારી રીતે ખીલેલા હાય તે સ્વાભાવિક છે.
લેાથલ અને રાડીમાંથી મળી આવેલ હડપ્પા-સંસ્કૃતિના સમકાલીન અવશેષોથી ગુજરાતની સ ંસ્કૃતિ મહાભારત-કાલથી પણ અતિપ્રાચીન તરીકે ઇતિહાસથી પ્રમાણિત છે.
શિલાલેખા પ્રાચીન-કાળના અવશેષો, ગિરિનગર જેવાં પ્રાચીન નગરા, ગિરનારની તળેટીમાં પ્રાપ્ત તથા પ્રાચીન લેખા એ ગુજરાતની અણુમેાલ સંપત્તિ છે.
ગુજરાતમાં ઠેર ઠેર સસ્કૃતિના અટલ પ્રતીક સમા પ્રાચીન મંદિરો, સમ્રાટ પ્રિયદશી ચૌલુક્ય, સાલકી, વાઘેલાઓના સ્થાપત્ય અનુરાગ, ગુજરાતની કલાસિદ્ધિ અને સંસ્કૃતિના નમૂના છે.
ગુજરાતની સાહિત્ય-પ્રવૃત્તિ પ્રાચીન કાળથી જે ચાલી આવે છે, તેમાં જૈન સાધુઓના વિદ્યા—બ્યાસંગની સાબિતીરૂપ જૈન ગ્રંથભંડારા અગ્રગણ્ય સ્થાન ભજવે છે.
સાહિત્યની કાઈપણ પ્રણાલિકા ગુજરાતના સાક્ષરોથી અજાણી નથી, કેમકે તેમણે રચેલ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અપભ્રંશ ગુજરાતી, હિન્દી, મગાળી અને અન્ય ભાષાઓના ગ્રંથાની સંખ્યા ઘણી મેાટી છે,
અનેક સંપ્રદાયા, માન્યતાઓ અને ધમ વૈવિધ્ય એ ગુજરાતનું આગવું લક્ષણ છે, જેના પ્રતીક રૂપે વિવિધ દેવ-દેવીઓની પૂજા અહીં પ્રચલિત છે, જેના દ્વારા સમ્રાટ્ પ્રિયદશી મહારાજાએ ઉપદેશેલી સવ॰ધ–સહિષ્ણુતાના સચાટ પુરાવા અહી મળે છે,
જગતના પ્રાણીમાત્રની રક્ષા તેમજ કલ્યાણના પ્રશસ્ત માર્ગ જણાવનાર ખાવીસમા તી - કર શ્રી નેમિનથપ્રભુનાં ત્રણ કલ્યાણકો ગરવી ગુજરાતના ગૌરવસમા શ્રી ગિરનાર ગિરિરાજ ઉપર થયાં હતાં.
ઇતિહાસ સિદ્ધ એ હકીકત છે કે
જૈનધર્મીની જાહેાજલાલી જગવનારી વિવિધ પ્રવૃત્તિએ પણ અહિં પૂરજોશમાં વિકસી છે.
સા
*
૧૨