________________
રિયા
14
-હું
જે
હો
કાલીન અપૂર્વ-વૃદ્ધિમાં અનન્ય સાધારણ ફાળો આપનાર ૫. સ્વ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ.ના ઉપદેશથી વ્યાપાર-ક્ષેત્રે તેમજ ઉદાર-સખાવતના ક્ષેત્રે કપડવંજના નામને રોશન કરનાર જયંત મેટલ વર્કસ વાળા શેઠશ્રી જયંતીલાલ શંકરલાલ આદિત્યંલાલ પાદશાહના સુપુત્રી શ્રી વિમળાબેને (જેઓ હાલ સંયમી અવસ્થામાં સાધ્વીજી વિપુલ યશાશ્રીજીના નામથી સુંદર આરાધના કરી રહ્યા છે.) અનેરા ધર્મોલ્લાસથી આખા ભારતવર્ષમાં જોવા ન મળે તેવું અદ્ભુત કલા-કારીગરીવાળું અત્યંત ભાવવાહી ઉપસેલ આકૃતિવાળા, બેનમૂન શ્રી સિદ્ધચકયંત્રના આરસના પટની સ્થાપનાનું આ ચિત્ર છે.
જેની કે સ્થાપના વિ. સં. ૨૦૧૧ જેઠ સુદી પના શુભ દિને પૂ. સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિકયસાગર સૂરીશ્વરજી મ.ના વરદ્હસ્તે થયેલ છે.
આ ઉપરાંત આ પટની બંને બાજુ શ્રીપાલ ચરિત્રના વિવિધ-પ્રસંગે આરસમાં ઉપસાવી સુંદર ઓઈલ–પેઈન્ટ કરાવી કાચથી મઢી શ્રી નવપદની આરાધના કરનારાઓને ભાલાસ માટેનું અદ્ભુત વાતાવરણ સજર્યું છે. ચિત્ર ૭૨ :
૫. ચરિત્રનાયકશ્રીના જન્મથી પાવન બનેલ કપડવંજની ધર્મ-ગરિમાના અદ્ભુત દર્શન કરાવનાર અંતિસરીયા દરવાજા બહાર સ્ટેશન રોડ પર તળાવ કિનારે છે, જ્યાં માણેક શેઠાણુની મોટી ધર્મશાળા છે, ત્યાં શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર દેરાસર છે, તેના બહિભંગનું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૭૩ :
કપડવંજની બહારલીવાડીના શ્રી નેમિનાથ પ્રભુ જિનાલયના શ્રી નેમિનાથ પ્રભુનું આ ચિત્ર છે.
જેની પુનઃ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર પછી વિ. સં. ૨૦૨૫ના પિષ સુદી પુનમના રોજ પૂ. સ્વ. લબ્ધિસાગરજી ગણિવરના વરદ વાસક્ષેપથી થયેલ છે. ચિત્ર ૭૪ -,
ધર્મભૂમિ, અને સંરકારભૂમિરૂપ કપડવંજની ધાર્મિક-પ્રજા જ્યાં હાલમાં સામાયિકપ્રતિક્રમણ-વ્યાખ્યાન આદિ ધર્મક્રિયા પૂજ્ય-ગુરૂદેવની નિશ્રામાં સામૂહિક–રૂપે કરે છે,
તે મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રય (શ્રાવકોના)ના દલાલવાડાના પૂર્વાભિમુખ દ્વારથી પેસતાં જ દેખાતા સુંદર અગ્રભાગનું દશ્ય આ ચિત્રમાં છે.