________________
તે જિનાલયનું પ્રવેશદ્વાર આ ચિત્રમાં દેખાય છે કે જે બહારથી અતિ સામાન્ય કે ઘર દહેરાસર જેવો ભાસ કરાવનાર છતાં ગાજવા કરતાં વરસવામાં માનનારા સુ-જનોના હૈયાની પ્રતીતિ કરાવનારૂં છે. ચિત્ર ૫૮:
પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિરૂપ કપડવંજના વર્તમાન લીન સર્વ-જિનાલોની અપેક્ષાએ સર્વ પ્રથમ જે પ્રભુની ચત્ય, પ્રતિક રૂપે મંગલ સ્થાપના થઈ, તે શ્રી શાંતિનાથ પ્રભુ (મૂળનાયક)નું મહામંગલકારી દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૫૯
બહારથી અતિસામાન્ય લાગતા સર્વ-પ્રાચીન શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયના રંગમંડપનું આ દશ્ય છે.
જ્યાં સુંદર સોનેરી ચિત્રકામ, સોનેરી છત, કાછશિલ્પનો અદ્ભુત બેનમૂન વાનગી વગેરે કપડવંજના કઈ જિનાલયમાં જોવા ન મળે તેવી અદ્ભુત મનોહર કલા-સમૃદ્ધિથી ભરચક શ્રી ' શાંતિનાથ પ્રભુના જિનાલયના રંગમંડપનું આછું દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૬૦ :
કપડવંજના સર્વપ્રાચીન-જિનાલય તરીકે ખ્યાત શ્રી શાંતિનાથ-પ્રભુના જિનાલયના ભૂમિગૃહમાં બિરાજમાન પ્રભાવસંપન્ન શ્રી કલિકુંડ-પાર્શ્વનાથ ભુના શ્યામ-બિંબનું આ ચિત્ર છે.
આખા કપડવંજમાં ભૂમિગૃહમાં જિનબિંબની સ્થાપના માત્ર આ દહેરાસરમાં જ છે.
રમણીય દયાન-ગ્ય બિંબની પ્રાસાદિકતા, ભૂમિગૃહની બાંધણી વિગેરે એવી અદ્ભુત છે કે પુણ્યવાન આત્મા ભૂમિગ્રડમાં આવતાં જ સાંસારિક–ઝંઝટમાં સહજભાવે મુક્તિ મેળવી લે છે. ચિત્ર ૬૧ -
કપડવંજની ધરતીનું સર્વાધિક મહત્વ પુણ્યશાળી–ધર્મમી નરરત્નને તૈયાર કરવા અંગે છે. તે રીતે કપડવંજના બહુકાળ-જુના પ્રખ્યાત ધાર્મિક-ગૌરને આજની વીસમી-સદીમાં પણ જાળવી રાખનાર ધર્મપ્રેમી શ્રી માણેક શેઠાણીએ અનેક ધાર્મિક અને વિશિષ્ઠ રીતે પરોપકારી પરમાર્થના કાર્યો કર્યા છે.
તે માણેક શેઠાણીએ આત્મકલ્યાણઅર્થે પ્રાચીનતમ શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયની પાસે જ આ અવસર્પિણીના આદ્ય તીર્થકર શ્રી આદિશ્વરદાદાના અસીમ ઉપકારોને યાદ કરી શ્રી ઋષભદેવ પ્રભુનું બહુ જ કલાત્મક જિનાલય બંધાવ્યું.
તેનું પ્રવેશદ્વાર આ ચૌયમાં દેખાય છે.