________________
WEBGNUM
ચિવ ૫૪ -
કપડવંજના શ્રાવિકારત્ન સ્વનામધન્ય ધર્મભક્તિના રંગથી ભરેલ શ્રી અમૃત શેઠાણીએ સાગર-શાખાના તે વખતના પ્રભાવક પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના નિર્દેશાનુસાર તેઓશ્રીની પ્રેરણું–તળે છૂટે-હાથે લક્ષમીને વ્યય કરી ૨-૪-૮-૧૦ના કમથી જિનબિંબને પધરાવી તાદસ્થ ચિત્ર ઉભું કરવાના મંગલ-સંકલ્પથી અષ્ટાપદજીનું જિનાલય બાંધ્યું હતું.
તેના મૂળનાયક બે પ્રભુ પૂર્વસમ્મુખ ગભારે બિરાજમાન થયેલા આ દશ્યમાં દેખાય છે. ચિત્ર ૫૫ઃ
શ્રી અષ્ટાપદજીના દહેરાસરની શિલ્પકલા તેમજ કતરણીવાળું બાંધકામ હકીકતમાં કપડવંજના અન્ય-જિનમંદિરે કરતાં મહત્વપૂર્ણ આગવું–સ્થાન ધરાવે છે. છે તેનું આછું દર્શન કરાવનાર પૂર્વાભિમુખ પ્રથમ ગર્ભગૃહના કલાત્મક બારશાખ અને દ્વાર તથા મંગળ-તોરણ વગેરે આ દશ્યમાં થાય છે.
જે ઈ ધર્મપ્રેમી-ભાવિકોના હૈયા શેઠાણીનાં હૈયામાં ધબકી રહેલ અપૂર્વ–ધર્મરાગથી સભર બની સાહજિક–ગુણાનુરાગ તરફ વળી રહે છે. ચિત્ર ૫૬:
જે જિનાલયની અભૂતપૂર્વ-પ્રતિષ્ઠાના મંગળ-ગાન આજે પણ જૈનેતર કવિ દ્વારા રાસરૂપે ધર્મપ્રેમી–આત્માઓનાં હૈયાને ધર્મપ્રેમની અનેરી મસ્તીના હિલેરે ચઢાવી દે છે, તે અષ્ટાપદજીના જિનાલયની ભવ્ય-કલાના દર્શન કરાવનાર અનેક સ્થાપત્ય આદિ પૈકી સમવસરણરૂપે ચતુર્મુખ-જિનબિંબની સ્થાપનારૂપ ભવ્ય સમવસરણ-ચિત્યનું દશ્ય મૂળ દહેરાસરની પાછળ જમણે (વાયવ્ય ખૂણે) જેવા મળે છે.
તે સમવસરણ-ચૈત્યમાં વર્તમાન તીર્થ પટોની શૈલિ કરતાં વિશિષ્ટ આગવી શૈલિથી બનાવાયેલ શ્રી સમેત શિખર-મહાતીર્થનો ભવ્ય પટ, તેની આગળ સુંદર ઝીણું ફૂલવેલની કંડારણી આદિવાળા સ્થંભ સાથે આ ચિત્રમાં જોવા મળે છે.
આવા કલાત્મક-તીર્થ પટ આજના સગવડીયા અને કલાદષ્ટિના ઘટાડાવાળ-યુગમાં ધર્મપ્રેમીઓને ખૂબ જ મૂક-પ્રેરણા આપી રહ્યા છે. ચિત્ર પ૭: | વિક્રમની અગિયારમી સદી લગભગ વસેલી કપડવંજની નવી વસાહતમાં સૌથી પ્રાચીન જિનાલયરૂપ શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય હોળી ચકલે ઢાંકવાડીમાં છે.
Siળા વImus
IPS રિસ