________________
ANTEEDS,
કાળ-બળે ફાળેલા શિથિલાચારથી સાધુઓની સ ંખ્યા ઓછી હતી, તેમાં પણ સાધ્વીઓની સંખ્યા તે મુખજ જૂજ હતી.
વળી કેટલાક સમયથી ઘુસી ગયેલ શિથિલાચારમાં ફસાયેલ યતિઓની વિશાળતા તેમને પરિગ્રહ અને બાહ્ય દમામ જન–માનસમાં શ્રદ્ધાની શિથિલતા લાવવામાં સહયેગી થઇ રહ્યો હતા.
યતિએ અને શ્રીપૂજ્યે અહુલતાએ પાતાના મંત્ર-યંત્ર–તંત્ર અને વૈદ્યકના બળે સાધારણુ જનતા ઉપર પ્રભાવ જમાવી વૈભવશાળી અને સત્તાધારી બન્યા હતા, તેમજ સંયમ–સાધના તથા શાસ્ત્રોની મર્યાદાને પડતી મુકી અસ'યમી થઈ ગયા હતા.
સાધુઓમાં શ્રુતજ્ઞાન પ્રત્યેની ભાવના હોવા છતાં ઉત્તમ જ્ઞાનદાતાઓના અભાવે તેમજ પઢન—પાઠનની સામગ્રીની દુર્લભતાના કારણે શાસ્ત્રજ્ઞાન ઓછું થયું હતું, માત્ર શ્રી કલ્પસૂત્રની સ'સ્કૃત ટીકા વાંચનારને તે વખતના લેાકે મહાન વિદ્વાન ગણતા હતા.
અમદાવાદના નગરશેઠ સાથે કેટલાક મુખ્ય યતિઓના પ્રત્યક્ષ મતભેદ થયા હતા, તેથી સારા યતિઓ દ્વારા થતી શાસનપ્રભાવનાને ફટકો પડેલ, તથા સંધમાં ધાર્મિક સુવ્યવસ્થાનુ તંત્ર પણ ખારવાઈ ગયેલ.
આ રીતે એક બાજુ રાજકીય ચળવળ (?) ના પગરણુ સંભળાતાં હતાં અને બીજી માજી ધાર્મિક સમુદાયમાં યોગ્ય વૃદ્ધિ થવાને બદલે અવ્યવસ્થા વર્તાતી હતી.
છતાં ધર્મના અનુરાગ-મળે સંવેગી મહાત્માએ સ્થળે સ્થળે-લેાકોની માનસિક–વૃત્તિને ધર્માંતરફ વાળવા માટે ઉદ્યમશીલ હતા, તેમજ જનસમૂહમાં ધાર્મિક રૂચિ જાગૃત રાખવા માટે કેટલાક મહાત્માઓના પ્રયાસેા પણ ચાલી રહ્યા હતા.
એકદરે આ સ્થિતિ એવી હતી કે અંધારામાં અથડાતા તે વખતના ધર્મજિજ્ઞાસુ માનવીને શુદ્ધ પ્રકાશ પાથરી સાચા માર્ગ ખતાવનાર કો'ક મહાપુરૂષ આવે અને ભગવાન મહાવીર પરમાત્માની આજ્ઞાને સમજાવી ચેાગ્ય પંથે વાળે—એવી આદશ વ્યક્તિની જાણે ખાટ સાલતી હતી. આપણા ચરિત્રનાયક આ ઝંખનાને પૂરી પાડવામાં સફળ કેવી રીતે થયા? તે આપણે તેઓશ્રીના ચરિત્રમાં જોઇશુ. !!!
આ કા
માં
૧૦