________________
આને પુણ્યવતી વ્યક્તિની સ્મૃતિ કરાવનાર ઉચ્ચ-કેટિના ભવભીરૂ, તત્વજ્ઞ-મહાપુરૂષ તરીકે પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિ-વિજયજી મહારાજ થયેલા.
જેઓ સંસાર-પક્ષે પંજાબ જેવા સુ–સાધુના સંપર્કથી રહિત પ્રદેશમાં જન્મેલ હોઈ સ્થાનકવાસી–સંપ્રદાયના સંસ્કારમાં ઉછરી પૂર્વની આરાધનાના બળે સંસારની વાસનાઓથી અળગા થઈ જેમણે વિ. સં. ૧૮૮૮માં ૮૮ક-દીક્ષા પચ્ચીસ-વરસની ચઢતી-જુવાનીમાં સ્વીકારી હતી.
પણ ગત-જન્મની કેક શુભ સંસ્કારી-આરાધનાના બળે સત્યનિષ્ઠા-તત્ત્વજિજ્ઞાસા ઉપજી અને શ્રી મૂળચંદજી મ. તથા શ્રી પ્રેમચંદજી મ ના સહયોગથી વિ. સં. ૧૯૦૩માં ઢંઢકમતની શાસ્ત્ર-વિરૂદ્ધ માન્યતાઓને ફગાવી સત્ય-નિષ્ઠાપૂર્વક શુદ્ધ શાસ્ત્રાનુસારી-વાતને પ્રચાર કરેલ.
વિ. સં૧૯૦૮માં શ્રી વૃદ્ધિચંદ્રજી મની દીક્ષા પછી મહાપ્રતાપી આ ત્રિપુટી તરણતારણહાર શ્રી સિદ્ધાચળ-મહાતીર્થની ભાવપૂર્વક યાત્રા વિ. સં. ૧લ્લ૧માં કરી ભાવનગર ચાતુર્માસ કરેલ.
પછી વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં પૂ. પંન્યાસ શ્રી મણિવિજયજી મ. દાદાની નિશ્રા સ્વીકારી શુદ્ધ સંવેગી-દીક્ષા સ્વીકારી, શ્રી મૂળચંદજી મ. અને શ્રી વૃદ્ધિચંદજી મ. બને એમના શિષ્ય તરીકે થયા.
આ ઉપરાંત વિ. સં. ૧૯૩૨માં પૂ. શ્રી આત્મારામ મ. ૧૮ સ્થાનકવાસી સાધુઓ સાથે પૂ. શ્રી મૂળચંદજી મ.ની નિશ્રામાં સંવેગી-દીક્ષા સ્વીકારી , પન્યાસશ્રી બુદ્ધિ વિજયજી મ (શ્રી બુટેરાયજી મહારાજ)ના શિષ્ય થયેલા.
- આ મહાપુરૂષની વિશુદ્ધ ચારિત્રક્રિયા અને અપૂર્વ સંયમ-નિષ્ઠાબળે તેઓશ્રીના શિષ્યોની સંખ્યા ૩૫ (પાંત્રીશ) જેટલી થયેલ.
આવા વિશિષ્ટ મહાપુરૂષ પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ-વખત જિન શાસનમાં પક્ષ રીતે અપૂર્વ આત્મ-તેજ ફેલાવી રહેલ હોઈ તેઓશ્રીનું ચિત્ર વાચકના માનસ પર મહાપુરૂષની અસરની પ્રભાવક્તા સમજાવવા રજુ કર્યું છે.
ચિત્ર ૯ -પૂ. ચરિત્ર-નાયકશ્રીને જન્મ વખતે અનેક મહાપુરૂષ સંયમ, ત્યાગ, તપ અને શાસનની વફાદારી તેમજ અપૂર્વ પ્રભાવના આદિ વિશિષ્ટ-ગુણેથી એક એક કરતાં વિરલ-વિભૂતિ સમાન સંગી-શાખામાં આરાધક જીના પુણ્ય બળે પ્રગટ થઈ રહ્યા હતા.
તેમાંના વિશિષ્ટ શાસન-પ્રભાવક તરીકે અને અનેક મુનિ-ભગવંતના શિરછત્ર રૂપ તથા આચાર્ય–ભગવંતના છત્રીસ ગુણે પૈકી સૌથી પ્રથમ “પ્રતિરૂપ” (એટલે કે સુંદર આકર્ષક
}