________________
Dc02
ધ સંસ્કૃતિ તેમજ આજીવન-પદ્ધતિના મૌલિક-પાયા ઉપર ફૂટનીતિખળે
વિદેશીઓએ ચાંપેલી અદૃશ્ય સુર્ગા કેટલાક ચિન્તકાની નજરતળે આવેલ હેાઇ તેનાથી બચાવવા અને પ્રજાને સન્માગે લાવવા તેમજ વિદેશીઓની મલિન~મનેાવૃત્તિને ખુલ્લી પાડવા ભગીરથ પુરુષાર્થીનાં ચક્રો ગતિમાન બની રહ્યાં હતાં.
છેલ્લા હજાર વર્ષથી અહિન્દવીય શાસનના જોરતલખીભર્યા વનથી ભારતીય પ્રજાના ચેાગ્ય સરવાણીરૂપ નૈતિક, ધાર્મિક, જીવનમાં તાણા-વાણારૂપે વણાયેલ આ સ ંસ્કૃતિનાં ખીજ સામાજિક અને આધ્યાત્મિક-હિતકર શુભ પ્રવૃત્તિઓને સંચાલિત રાખનાર ધર્માં—સંસ્કૃતિના પ્રેરક બળમાં સાધુ–સતાની વ્યવસ્થિત દેારવણીના અભાવે શુષ્કપ્રાયઃ થઈ રહ્યાં હતાં.
કયાંક કાળમળે ઘુસી ગયેલ વિકૃતિઓ માટુ રુપ પકડી આધ્યાત્મિક—ઉન્નતિના સ્તરને ઢાંકી દઇ મુગ્ધબુદ્ધિવાળા લેાકાને પથભ્રષ્ટ બનાવી રહી હતી.
કયાંક વળી સૂકા સહુરાના રણમાં મીઠી–વીરડી જેવા સદા-સહિતકર-જીવનપ્રવૃત્તિમાં નિષ્કામભાવે વનારા ત્યાગી આધ્યાત્મિક—મહાપુરુષા સતત પેાતાની વિશ્વકલ્યાણકર ભાવનાનાં અમી—છાંટણાં કરી દીનહીન બની રહેલ ધર્મ-સંસ્કૃતિને પુનર્જીવન આપી રહ્યા હતા.
છેલ્લા કેટલાક દાયકાથી ધર્માંધ વિદેશી ફૂટ—નીતિજ્ઞ રાજકર્તાઓની કુનેહભરી રીતિથી સ્થૂલદૃષ્ટિએ સમૃદ્ધ દેખાતી પણ ભારતીય પ્રજા સંસ્કારેાની દૃષ્ટિએ કાંગાળ બની રહી હતી.
ભારતના સર્વાંતામુખી–વર્ચસ્વને ઝળહળતું રાખનારી સાંસ્કૃતિક આધ્યાત્મિક ઉત્થાનની અનુબંધશુદ્ધ પ્રક્રિયાએ વિશુદ્ધ-આત્મતત્ત્વના પારખુ સંત-મહાપુરુષોના આશિષળે પ્રમાણમાં અલ્પરૂપે જીવંત છતાં તેના આદર કરી અમલ કરનારા વિવેકી સુજ્ઞ-પુણ્યાત્માઓની અછત થવા માંડી હતી.
છતાંય કાજળઘેરાં વાદળ–છવાયેલ ઘનઘાર આકાશમાં કયારેક ચમકારા કરતી તેજસ્વી વિજળીના લીસોટાની જેમ ભારતની ભવ્ય-વિભૂતિની પ્રતીતિ કરાવનારા દિવ્ય શકિતના અખૂટ શ્રેાતસમા મહાપુરુષો એ–ચાર દશકાના આંતરે-આંતરે પણ કાળની વિષમતાથી નિરાત્મવાદ કે પૌદ્ગલિક મેહમાયાના અકળાવનારા ગાઢ અંધકારમાં ભાન–ભૂલેલા પુણ્યાત્માઓને ધીરજ ધરવા અને સુદૃઢ શ્રદ્ધા કેળવવા પ્રેરણાના અમૃતનું પાન કરાવી રહ્યા હતા.
ધર્મસ્થાનામાં દિવ્યતત્ત્વના સાન્નિધ્યની પ્રતીતિ કરાવનારા ક્યાંક તે તે વિશિષ્ટ ક્ષેત્ર, દ્રવ્ય અને સંચાગાને આશ્રયી થઈ રહેલ અવનવા ચમત્કારો ધાર્મિક જનતાના હૈયામાં સુષુપ્ત બની રહેલ ધર્મશ્રદ્ધાને જગાવી રહ્યા હતા.
1
વ
ચકર ત્ર
ન