________________
WSZHVVVEURE
*
*
*
IP
પ્રકરણ-૨
વીસમી સદીના ઉષ:કાળનું ચિત્ર
જ્યારે પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થયે, તે સમયે ભારત દેશ એક વિચિત્ર-પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતે.
વિક્રમની વીશમી સદીના બીજા ચરણને પાંચ વર્ષ પસાર થઈ ચૂક્યાં હતાં.
તે વખતના ભારત અને આજના ભારતમાં ઘણું અંતર આવી ગયું છે, ગુજરાતમાં પણ તેજ રીતે ઘણું અવનવું બની ગયું છે. રાજનૈતિક, આર્થિક, સામાજિક તથા ધાર્મિક પરિવર્તનના લીધે આખી સ્થિતિ હાલમાં બદલાઈ ગયા જેવી લાગે છે.
પણ જ્યારે પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થયો હતો, તે અરસામાં તથાકથિત રાષ્ટ્રીય ચળવળને અરુણોદય થઈ રહ્યો હતે.
દેશની પ્રજાના કેટલાક વર્ગોએ અંગ્રેજોની ટ–નીતિને પડકારવા માટે રાજનૈતિક ચળવળના અસફળ સૂત્રપાત કર્યા હતા, જ્યારે અંગ્રેજોના શાસનને સૂર્ય મધ્યાકાશ તરફ જઈ રહ્યો હતે.
છતાં કેટલાક દીર્ઘદશી–મહાનુભાવોની દ્રષ્ટિમાં વિદેશીઓની પ્રપંચભરી કૂટનીતિ પરખાઈ રહી હતી.
HOJO
3296