SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ METRAŽVELARS રાજનગર–અમદાવાદ પધાર્યા અને કેઈનું પણ માન-સન્માન જમવા-જમાડવાની આગ્રહભરી નીતિ આદિ રૂપે અણહકકનું ગૃહસ્થજીવનમાં વપરાઈ ન જાય તેની સાવચેતી રાખી, શેઠ પાનાચંદભાઈની વાડીમાં ઉતારે રાખે અને પોતાના પૈરો રસેઈઓ રાખી બધી વ્યવસ્થા પણ હરકોર શેઠાણીના ખાસ આમંત્રમથી પિતે આવેલા છતાં તેઓ તરફથી બહેળા–પ્રમાણમાં અપાતી સગવડોને પણ અણહક્કની ધારી સ્વીકારી નહિ. પૂ. શ્રી મયાસાગરજી મ.ની દેખરેખ તળે શરૂ થયેલ જનન-જિનમંદિરની પ્રતિષ્ઠા અંગેના મહોત્સવની નાની-મોટી દરેક ધાર્મિક તથા માન્ઝિક-કિયાળામાં અને શેઠાણુઓના આગ્રહથી તેમજ પૂ. શ્રી મયાસાગરજી મ.ની સંમતિથી દરેક-જાતની શુદ્ધિપૂર્વક ભાગ લેતા. માન્ઝિક-ક્રિયાઓમાં ગૃહસ્થચિત સઘળી બાબતે જયણ, વિવેક અને સમજણપૂર્વક આદર્શ રીતે પૂરી કરતા, પરિણામે પ્રતિષ્ઠા-અંગેનું એજસભર્યું ભવ્ય-વાતાવરણ સર્જાવા પામેલ. આ દરમિયાન નીચે મુજબની ઘટના ભાવિ-ગે થવા પામેલ.. " એક વખત શ્રી નગરાજજી શેઠ અંજનશલાકા-અંગે પૂર્વ તૈયારીઓ કરી વચગાળાના મળેલ સમયમાં બપોરે સામયિક લઈને બેઠા, તેમાં જા૫ પછી આત્મ-ચિંતન દરમિયાન માનસિક સ્થિરતા ડોલાવા માંડી, કયારેય નહિ ને આજે ખાસ કોઇ તેવા પ્રબળ દેખીતા કારણ વિના માનસિક-અસ્થિરતા કેમ? એ અંગે શેઠશ્રીએ ખૂબ ચચરા ? અનુભવે. ઊંડી વિચારણા છતાં પણુ મનની ડામાડેળ-સ્થિતિનું કઈ કારણ ન જડ્યું. સામાયિક પછી રસોઈયાને બે લાવી પૂછ્યું કે “ભાઈ, ૨ ાઈમાં ચીજ-વસ્તુની ખરીદીમાં કાંઈ ગરબડ થઈ છે ખરી? અણહક્કનું કાંઈ જાણે-અજાણે આવેલ છે, ખરું?રસોઈયાએ ના પાડી પણ શ્રી નગરાજજી શેઠે કહ્યું કે “ભઈલા! તું બરાબર યાદ કર ! આ સામાયિકમાં વિચારોની ઘટમાળસંકલ્પોની જંજાળ ન જાણે કયાંથી ભૂતાવળની જેમ એવી પ્રગટી છે કે મારું સામાયિક આખું ડહેલાઈ ગયું. મેં મારી જાતને બરાબર ઝીણવટથી તપાસ છે, મને મારા હાથે કાંઈ વિપરીતાચરણ જડયું નથી! રસોઈ બનાવવામાં ચૂલે સળગાવવાથી માંડી ઝીણી–મોટી બધી પ્રવૃ– ત્તિઓને એક વાર ઝીણવટથી યાદ કરી લે! કાંક-કશામાં ગરબડ થઈ હેવી જોઈએ !! કારણ વિના કાર્ય થાય નહિ! મારા સામાયિકનું ડહાણ આજે આટલું બધું કેમ થયું? એ શેાધવું જરૂરી છે.” એટલે રસોઈએ ગંભીરતાપૂર્વક ઝીણી-ઝીણી એકે એક વિગતને તપાસવા માંડી, એમાં તેને યાદ આવ્યું કે “આજે રાત્રે અચાનક થયેલ માવઠાના વરસાદથી પલળી ગએલ
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy