________________
ધમનાથપ્રભુના વિશાળ-જિનાલયમાં પધરાવવા માટે ભરાવેલ ત્રણ-ચાવીશીના બહોતેર પ્રતિમાજી આદિ જિન-બિંબોને અંજનશલાકાની માંત્રિક-વિધિથી પૂજનીય કરવા માટેની મહત્વપૂર્ણ–કિયાએ કરાવી શકાય ?”
તરણતારણહાર પરમ પવિત્ર મહાતીર્થ શ્રી સિદ્ધાચલજી ઉપર કાગડાઓની આશાતના દૂર કરવા જેટલી પ્રબળ મંત્ર-શક્તિ ધરાવનાર શ્રી પૂ. આ. શ્રી વિજયજિનચંદ્ર સૂરીશ્વરજી મ. ગંભીરભાવે કહ્યું કે–
શેઠાણુજી! ગાઢ-અંધકારમાં પણ નાની ટમટમતી મીણબત્તી પણ ગ્ય માર્ગદર્શન આપી શકે છે. આ વિષમ-કાલમાં વાસ્તવિક ધર્મ-આરાધના કરનારાઓની સંખ્યા ગુણાનુરાગ-દષ્ટિથી જોતાં એવા મહાપુરૂષે પણ જડી આવે છે કે જેઓના પાવન-દર્શનથી જીવન ધન્ય બની જાય !
આવા વિશિષ્ટ-ઉચ્ચ ધર્મક્રિયાના તત્વને પચાવનાર મહાપુરૂષ પાલી (મારવાડ)ના સ્વનામધન્ય શેઠશ્રી નગરાજજી સંઘવી છે. જેમના કે હાથે તમારા નૂતન-દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકા આદિની માન્ઝિક-ક્રિયાઓ કરાવવામાં વધુ લાભ છે.
પૂ. શ્રી મયાસાગરજી મ. જેવા ત્યાગી-ક્રિયાનિક મુનિભગવંત અને શિથિલાચારી છતાં શાસન-પ્રભાવના અને દન-શુદ્ધિના મહત્વના કાર્યને કરવામાં અગ્રેસર અને તે વખતે સમસ્ત-શ્રી સંઘ ઉપર જેમની હાક વાગતી તે યતિઓના અગ્રગણ્ય નાયક શ્રીપૂજ્ય મહારાજ બનેએ એક-મતે જેમની ધાબકતાને મુક્તકંઠે બિરદાવી તે મહા-પુણ્યવંતા શ્રાવકરને પાલીથી શ્રી હરકેર શેઠાણીએ ધર્મપ્રેમી વિવેકી-શ્રાવક દ્વારા બહુમાનપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભાવભર્યું આમંત્રણ આપ્યું.
શેઠશ્રી નગરાજજીને પણ તાજેતરમાં પાલી ચોમાસું રહેલ પૂ. શ્રી મયાસાગરજી મ.ની સુંદર શાસ્ત્રીય-વિશુદ્ધ પ્રરૂપણું અને ઉચિત-નિર્દોષ સંયમપાલનની તત્પરતા નિહાળી નાનપણથી ઘડાયેલ પણ ચગ્ય-સહકારવિના વિકાસ નહિ પામેલી વૈરાગ્યભાવના પ્રબળ બનેલી, પણ ગ્ય જ્ઞાની-ગુરૂની નિશ્રા અને પ્રેરણા અભાવે સંયમ-ગ્રહણ કરવાની તમન્ના સુષુપ્ત રહેલી, પણ પૂ. શ્રી મયાસાગરજી મ.ના ચાતુમાસ પછી પૂજ્યશ્રીની નિશ્રાએ જીવનને સેંપી દેવાના નિર્ણયાનુસાર સંસારી-પ્રવૃત્તિઓ સમેટવા માંડેલી અને ટૂંક સમયમાં સંયમ-ગ્રહણ કરવાનું નિરધારેલું.
એમાં “ભાવતુ તું અને વૈદે કીધુ”ની જેમ હરકેર શેઠાણી તરફથી નૂતન–દેરાસરની પ્રતિષ્ઠા-પ્રસંગે આવવાનું ભાવભર્યું આમંત્રણ મળ્યું, એટલે શ્રી નગરાજજી શેઠ ઘરે પાછા નહિ ફરવાના સંકલ્પ સાથે અમુક રકમ સાથે લઈ તેનું દાન-પુણ્ય કરી વહેલામાં વહેલી તકે પૂ. શ્રી મયાસાગરજી મ. જેવા તારક-જ્ઞાની ગુરૂના ચરણમાં જીવન સંપી દેવાના ઉમંગ સાથે