________________
TABLVUM
લાકડાંથી ચૂલો સળગતે જે હેઈ ચૂલો સળગાવવા માટે રસ્તામાં પડી રહેલ છાણુના કટકાને લઈ પાડો ના ચૂલામાંથી તેને પૂછયા વગર સળગાવી તેનાથી ચૂલો સળગાવી રસોઈ આતે બનાવેલ.”
શ્રી નગરાજ શેઠ આ સાંતા'ની આભા-સ્તબ્ધ બની ગયા અને રસોઇયાને મીઠો ઠપકે આપ્યો કે “ભાઈલા! નાની ક કરી ઘડે ફેડે” તેમ આ નજીવી લાગતી ક્ષતિએ પણ મારું અણમોલ–સામાયિક પણ આજે હેળી નાંખ્યું.”
પછી તેઓ પૂ. શ્રી મયાસાગરજી મ. પાસે જઈ આલોચના કરી ગ્ય-પ્રાયશ્ચિત્તની માંગણી કરી, પૂજ્યશ્રીએ પણ શકશ્રીની આદર્શ–જાગૃતિને બિરદાવી ચગ્ય પ્રાયશ્ચિત્ત આવ્યું.
શેઠાણુઓએ પણ આ વાત જાણી વિષમ-કલિકાલમાં પણ આવી વિરલ-ધર્મ જાગૃતિવાળામહાપુરૂષને પૂ. ગુરૂ-ભગવન્તોએ રેલ સૂચના–મુજબ ભાવપૂર્વક આમંત્રી તેમના વરદ-હતે નૂતન દેરાસરની પ્રતિષ્ઠા અંગેની માત્રિક-ક્રિયાઓ કરાવી પૂર્ણ-સંતેષ સાથે શેઠશ્રીની અપૂર્વ નીતિ-પરાયણ--અને આદર્શ શું જીવન જીવવાની તમન્નાને મને મન અભિનંદી રહ્યાં.
આવા મહા-પુણ્યવંત શ્રી નગરાજ શેઠ જેવા વિશિષ્ટ ધાર્મિક-સંરકાર-સંપન્ન આદર્શ શ્રાવક મારફત બધી માંત્રિક ક્રિયાઓ કરાવી પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીએ હઠીભાઇની વાડીના ભવ્ય જિનાલયની પ્રતિલ ઠા તેમજ સેંકડો જિનબિંબની અંજનશલાકા બન્ને શેઠાણીએ અને નગરશેઠ હેમાભાઈના ક્ત-મનથી ઉલ્લાસભેર કરેલ લખલુટ દ્રવ્ય-વ્યય અને મહા મહત્સવ પૂર્વક વિ. સં. ૧૯ ૩ના મહા વદ-૫ના રોજ સ્થિર–લગ્નમાં કરી અને મહા વદ-૧૧ના રોજ ઉત્તમ-નવમાંશમાં બધા જિનબિંબને માંત્રિક વિધિપૂર્વક ત્રણ ગભારા, ભૂમિગૃહ, ઉપલા માળે તેમજ વિશીની અપેક્ષાએ બનાવેલ પ્રદક્ષિણાની ૭૨ દહેરીઓમાં ભવ્ય આડંબર અને શાસન-પ્રભા ના સાથે ગાદીનશીન–પ્રતિષ્ઠિત કર્યા.
આ પ્રતિષ્ઠા-મહત્સવ દર યાન વિષમ-કલિકાલના પ્રભાવથી સંહારક-મહામારી (પ્લેગ)ને ઉપદ્રવ થયાનું જાણવા મળે છે, તેમ છતાં સ્વર્ગસ્થ હઠીસંગ-શેઠની ભાવનાને અનુરૂપ બને શેઠાણીઓ તથા નગરશેઠ શ્રી હેમાભાઈએ પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરેલ.
આ પ્રતિષ્ઠા મહોત્સવ ૫ તાં જ તુરત પાલીના સંઘવીશ્રી નગરાજજી શેઠે પિતાની મંગલ–ધારણા મુજબ વિશુદ્ધ સગમી-ગીતાર્થ–ગુરૂની નિશ્રા મળી જવાથી અને ઘરેથી નીકળતાં લીધેલા પૈસા પુરા થાય એટલે તુરત સંયમ લઈ લેવાના અભિગ્રહ મુજબ વિ. સં. ૧૯૦૩ના ફાગણ સુદ-૫ના સવારે રાતે પહોરે ભવ્ય આડંબરપૂર્વક વરસીદાન દઈને પૂ. શ્રી. મયાસાગરજી મ.નાં ચરણોમાં ઉલ્લાસભેર આત્મસમર્પણ કરી દીક્ષા સ્વીકારી જીવન ધન્યકૃતાર્થ બનાવ્યું. જેમનું નામ પૂ. શ્રી નેમિસાગરજી મ. સ્થાપવામાં આવ્યું.