________________
DOMU
શ્રી શાન્તિદાસ-શેઠે કહ્યું કે “g ! મારે ર વાદે વ ા ત = માઘ = તન્ના फरक है ! तो आपकी किंमत हमसे एक रति ज्यादा है'
" यदि आपका तकदीर सिकंदर न होता तो आप उस पायतरूत पर और हमलोग यहां नीचे क्यों ?"
બોલવાની છટા અને માર્મિક-શબ્દોની વિશિષ્ટ-શેલિથી બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને જુવાનીના તરવરાટવાળા હસમુખ–ચહેરાવાળા શ્રી શાન્તિદાસ શેઠ પર ફીદા થઈ તેમને પિતાને માનીત-ઝવેરી બનાવી લીધું.
સમ્રા-જહાંગીર પછી બાદશાહ શાહજહાં ઝવેરાતના અદમ્ય-શેખને પોષવા સાડા છ કરોડના ઝવેરાતથી મઢેલ સુંદર કલાત્મક ખુલ્લા–પીંછાંવાળા મેરના આકારના મયૂરાસન તરીકે ઓળખાતા ભવ્ય સ્વર્ણ સિંહાસન પર બેસી રાજકચેરીમાં અદલ ઈસાફ તળતો,
આ ઉપરાંત શાહી ખજાનામાં પણ ૬ થી ૭ કરોડનું ઝવેરાત ખરીદેલ, આ બધા ઝવેરાતની ખરીદી શ્રી શાન્તિદાસ-શેઠ મારફત કરેલ.
બાદશાહના-મામા એવા પ્રામાણિક ઉલ્લેખ પણ આજે મળે છે કે “બાદશાહ શાહજહાં ઝવેરાતને એટલે બધે રસિક હતું કે તે પોતાના શરીર પર વિવિધ આભૂષણે આદિ રૂપે બે કરોડનું ઝવેરાત પહેરતો.”
આ ઉપરાંત “ખુદાની બંદગી કરવા માટે નમાજ પછી પરમાત્માનું નામ લેવા માટેની બે માળાઓ ર૦ લાખની કિંમતના ઝવેરાતની રાખતો”
આવા સોળે કળાએ દીપી રહેલ ભાગ્યના સ્વામી શ્રી શાન્તિદાસ-શેઠના પાંચ પુત્રો હતા. શેઠ ધનજી, શેઠ રતનજી, શેઠ લક્ષમીચંદ, શેઠ માણેકચંદ, શેઠ હેમચંદ.
પણ આમાંથી શ્રી માણેકચંદશેઠને વંશ સુરતમાં અને શ્રી લક્ષ્મીચંદ શેઠનો વંશ રાજનગર-અમદાવાદમાં સ્થિર થયે.
શ્રી લક્ષ્મીચંદ શેઠના પુત્ર શ્રી ખુશાલચંદ શેઠે વારસાગત મેળવેલ ઉઢારતા, હિંમત, સમય–સૂચકતા આદિ ગુણોના બળે શ્રી સંઘની અનેક ગૂંચ ઉકેલવા ઉપરાંત સમરત અમદાવાદની પ્રજાને પણ ભારે આફતમાંથી બચાવ્યાને દાખલ ઇતિહાસના પાને સ્વર્ણાક્ષરોમાં અંકિત છે તે આ મુજબ -
જ્યારે મરાઠા-લશ્કર અમદાવાદ પર લૂંટ-ફાટ કરવા માટે ધસી આવ્યું, ત્યારે શ્રી ખુશાલચંદ શેઠ નગર–શેઠ તરીકે સમસ્ત પ્રજાના જાન-માલની રક્ષણ કરવાની પોતાની ફરજ ધ્યાનમાં લઈ સામે-પગલે સાક્ષાત યમની પ્રતિમૂતિ સમા કરડા-મિજાજના મરાઠા સેનાપતિ પાસે ખડિયામાં ખાંપણું રાખી હિંમતભેર ગએલ અને વાટાઘાટ દરમિયાન “તમારે જોઈએ