________________
સિનેમ તે
2012
આ રીતે વિ. સં. ૧૮૫૬ના વૈશાખ સુદ ૩ (ત્રીજ)ના રોજ પ્રદક્ષિણામાં જમણે દેરીમાં શ્રી ચકેશ્વરી (શાસનદેવી)ની સ્થાપના તેમજ મૂળ-મંદિર સામે મુખ્ય-પ્રવેશદ્વારની બંને બાજુ નાના શિખરબદ્ધ-જિનાલય બનાવી તેમાં સુંદર જિન–બિંબની પ્રતિષ્ઠા થઈ, અને પ્રવેશદ્વાર ઉપર નેબતખાનું બનાવી ઉપર ઘુમરાવાળી છત્રી બનાવી સુંદર પ્રવેશદ્વાર બનાવ્યું, બંને બાજુ ચેતરા પર પત્થરના સુંદર–કલાત્મક હથી બનાવી રાજમાર્ગ પરથી પસાર થનાર ભાવુક–પુણ્યાત્માને જિન-મંદિરના દર્શન કરવાને ભાવ જગાડવાની સફલ ગોઠવણ કરી.
વળી પૂ. ગુરૂદેવશ્રીના વખતમાં સ્થાપિત થયેલ ઉપાશ્રયના ઉપલા–ભાગે જ્ઞાનભંડારની પાસેની રૂમમાં વિ. સં. ૧૮૪૩માં સ્ફટિક-રત્નનું શ્રી પાર્શ્વનાથ–પ્રભુનું સુંદર જિનબિંબ પાટણના એક શ્રાવક ભાઈ પાસેથી મેળવી પણ દાખલ પધરાવેલ, તે પ્રભુજીને ચગ્ય પબાસણ આદિ બનાવવા સાથે વિ. સં. ૧૮૫૬ના વૈશાખ સુદ ૩ (ત્રીજ)ના મંગળ દિવસે કાયમી પ્રતિષ્ઠા કરી શ્રી ગેડીજી-પાનાથ-મંદિરની સ્થાપના કરી.
વિ. સં. ૧૮૬માં બીકાનેરથી પ્રાચીન–જ્ઞાનભંડારને સુરક્ષિતપણે લાવી જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ કર્યો.
વિ. સં. ૧૮૭૭ના કાર્તક વદ ૦)) (અમાસ)ની રાત્રિએ પ્રભુ મહાવીર–પરમાત્માનું ગણુણું ગણતાં જ આયુષ્ય પૂર્ણ થયેથી પૂજ્ય ભાવસાગરજી મ. કાળધર્મ પામ્યા. ૯ પૂ. મુનિશ્રી નાણસાગરજી મ.
વિ. સં. ૧૮૮૩માં પૂ. મુનિ શ્રી નાણસાગરજી મ. પિતાના બે શિષ્ય [ મુનિ નિધાન સાગરજી મ., પૂ મયાસાગરજી મ.] સાથે ગુજરાત-બાજુથી વિહાર કરી ઉદયપુર પધાર્યા.
શ્રી નાણસાગરજી મ. શ્રીએ પિતાના પૂર્વ–ગુરૂઓની પ્રેરણા આપવાની પદ્ધતિને ચાલુ રાખી ઉદયપુરના શ્રીસંઘને ઉપદેશ આપી ગેડીજીનું મંદિર, શ્રી ચેગાનના બે જિનાલય અને ધર્મશાળાને જીર્ણોદ્ધાર કરાવ્યા. - પાટણ, અમદાવાદ, સુરત, દમણ, પાલીતાણુ આદિ સ્થળેથી સુંદર પ્રાચીન આગમ-ગ્રંથ વિ.ને વિશાળ-જ્ઞાનભંડાર મંગાવડાવી સુરક્ષિતપણે પૂ. ગુરૂદેવના સ્થાપેલ જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ બનાવ્યા.
વિ. સં. ૧૮૭૭ના ભાદરવા વદ ૧૪ના પફખી-પ્રતિક્રમણમાં પૂ. શ્રી નાણસાગરજી મ. શ્રી અજિત-શાંતિ સ્તવન બોલતાં બોલતાં જ કાળધર્મ પામ્યા. ૧૦. પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ.
પછી પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. તથા મુનિશ્રી મયાસાગરજી મ. પૂ. ગુરૂદેવે બનાવેલ ધર્મની વાડીને યોગ્ય ઉપદેશ–પ્રેરણા દ્વારા સિંચી તાજી કરતા રહ્યા.
'