________________
SES UNTEMRE
આ બાજુઉદયપુરમાં ઘણા ધાર્મિક કાર્યો કરાવી શ્રી ઘને ધર્મમાં સ્થિર રાખનાર પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. વિ. સં. ૧૮૩૮ના શ્રા. સુ. ૫ રાત્રે પ્રતિકમણ પછી સંથારા પારસી ભણાવતાં સમાધિપૂર્વક કાળ કર્યો. પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ.
શ્રી ભાવસાગરજી મપૂ. ગુરૂદેવની પરંપરાને જાળવી રાખી ઉદયપુરના શ્રીસંઘને ધર્મ-માર્ગે આગળ વધારવા વિશિષ્ટ–પ્રેરણા અવારનવાર આપવા લાગ્યા,
શ્રી ભાવસાગરજી મ.ની ભાષામાં મીઠાશ અવસરચિત-શબ્દોનું પ્રભુત્વ ઘણું હતું.
તે કારણે મહારાણા શ્રી ભીમસિંહજી અવારનવાર રોગાનના મંદિરમાં પૂ. ભાવસાગરજી મ. સાથે જ્ઞાન ગેઝી કરવા આવતા. | મુનિ ભાવસાગરજી મ.ની ઉપદેશ-દક્ષતા, મિષ્ટ–ભાષિતા, નિસ્પૃહતા, નિખાલસતા આદિથી આકર્ષાઈ મહારાણાએ સ્વયં જાતે ગામમાં ઉપાશ્રય પાસે સરકારી હાથીનું ઠાણું (જુના જમાનાની હાથી બાંધવાની જગ્યા) હતું, તે દેરાસર બનાવવા અંગે ભેટ આપ્યું.
પૂ. ભાવસાગરજી મ.શ્રીએ શ્રીસંઘને પ્રેરણા કરી અને બહારગામથી પણ સારે ફાળો એકઠા કરાવી ઉંચી બેઠક ઉપર ૭૦ ફૂટ ઊંચું શિખરવાળું ભવ્ય નાના દેવવિમાન જેવું જિનાલય ટૂંક સમયમાં તૈયાર કરાવ્યું.
તેમાં આખા ભારતવર્ષમાં કયાંય નહીં એવું અદ્દભૂત ૧૦૦૮ ફણાવાળું વેત અત્યંત મનહર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ જે કે ૭૩ ઈંચ ઊંચુ અને ૩૯ ઈંચ પહેલું છે.
આ બિંબની વિશિષ્ટતા એ છે કે,
શ્રી મૂલનાયક પ્રભુ બે બાજુના કાઉસગ્ગીયા, પરિકરમાંના બે પદ્માસનરથ પ્રતિમાજી, ૧૦૦૮ ફણુ તથા ભવ્ય કલાત્મક-પશ્કિરની ગાદીવાળું પબાસણ.
આ બધું એક જ અખંડ-પાષાણનું છે તેમજ ઠેઠ નીચે નાગની ટી-સ્પષ્ટપણે આકૃતિ દર્શાવેલ છે.
આવા વિશિષ્ટ અનેખા-જિનમંદિરની વિ. સં. ૧૮૪ વૈશાખ સુદ ૧૦ (દશમ)ના પ્રતિષ્ઠાના મંગળ દિવસે પૂ. મુનિ શ્રી ભાવસાગરજી મ.ના હાથે અંજનશલાકા ઘણું પ્રતિમાજીઓની થઈ
શ્રી સહસ્ત્રફણું પાશ્વનાથ પ્રભુ તથા શ્રી સુવિધિનાથ પ્રભુ અને શ્રી સંભવનાથ પ્રભુની શ્યામ-પાષાણની ભવ્ય મનમોહક મુદ્રાવાળી પ્રતિમા તથા દેરાસરની પ્રદક્ષિણામાં ડાબે સુંદર દેરીમાં શ્રી નંદીશ્વરદ્વીપ સુંદર કત-પટની સ્થાપના થઈ.