________________
ZBOVEN
-
- -
દવાના અનેક ઉપચાર છતાં વર્ષોથી જે સ્વાથ્ય દિન-પ્રતિદિન દુર્લભ થઈ રહેલ, તે ધર્મપ્રભાવે અ–તકિત રીતે ઝડપથી આવવા લાગ્યું.
ઘેડા દિવસમાં તે શેઠાણી સર્વથા રેગ-મુક્ત થઈ ગયા.
સુશ્રાવક શ્રી કપુરચંદશેઠે પણ ધર્મને આ જવલંત-પ્રભાવ જોઈ ખૂબ ભાવેલ્લાસથી પૂ. શ્રી સુજ્ઞાનસાગરજી મ.ની દોરવણી પ્રમાણે ભવ્ય-વિશાળ જિનમંદિરના નિર્માણના કાર્યમાં ઉમંગભેર ભાલ્લાસથી દત્તચિત્ત બની રહ્યા.
દહેરાસરના નિર્માણની સાથેસાથ પૂ. શ્રી સુજ્ઞાન સાગરજી મ. અને જડાવબહેન અને તેમના સંતાનની ધર્મ–ભાવના વૃદ્ધિગત રહે તે મુજબ બૃહદુ-ધારણુ-યંત્ર દ્વારા તપાસ કરતાં શ્રી પાપ્રભુજી, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી શીતલનાથ પ્રભુ આદિ પ્રભુજીના નામે અનુકૂળ ભાસ્યા-પણ પૂ. શ્રી સુજ્ઞાન સાગરેજી મ. શ્રી એ જિનમંદિર બંધાવવાની શરૂઆત વખતે વિચારાયેલ આવતી-ચોવીશીના પ્રથમ-તીર્થ કર શ્રી પદ્મનાભ-પ્રભુનું ભવ્ય વિશાળ-જિનબિંબ ભરાવવું ઉચિત લાગ્યું.
કેમકે આખા ભારતવર્ષમાં શ્રી પદ્મનાભ-તીર્થકર--પ્રભુનું જિનાલય નથી, વળી શ્રેણિક મહારાજ ગાઢ-અવિરતિના ઉદયમાં પણ શ્રીવીતરાગ પરમાત્મા શાસન–નાયક શ્રી વર્ધમાન સ્વામી મહાવીર પ્રભુની અવિશ્રદ્ધાપૂર્વકની અડ-ભક્તિબળે અસ્થિમજજાનુગત-પ્રભુ-ભક્તિ દ્વારા તીર્થંકરપદ ઉપાર્જિત કરી શકયા ?”
તેથી પ્રભુ-શાસનના અદ્વિતીય-મહિમાને વ્યક્ત કરવાના પ્રતીકરૂપે શ્રી પદ્મનાભ પ્રભુનું ભવ્ય ભાવવાહી–બિંબ સાત હાથની કાયાના પ્રમાણને અનુરૂપ ભરાવવાનું સમયોચિત જણાયાથી તે રીતે શ્રી કપુરચંદ શેઠ અને શ્રી જડાવબહેનને તે બિંબ ભરાવવા પ્રેરણા આપી.
તદ્દનુસાર શિલ્પકલા-નિપુણ અનુભવી-કારીગરોને બોલાવી અનર્ગળ દાન આપવા દ્વારા કારીગરોના ભાવેલ્લાસને વધારી પૂ. ગુરૂદેવની દોરવણી–દેખરેખતળે કારીગરોને ન્હવડાવીધવડાવી શુદ્ધ-ભૂમિ પર ઘીના મંગલ દીપક અને વિશુદ્ધ-સુગંધમય-વાતાવરણમાં ઉત્તમ-કેટિના આરસના પાષાણમાંથી અદ્દભુત આલ્હાદદાયક-જિનબિંબ ભરાવવાનું કામ શરૂ કરાવ્યું.
કારીગરોએ પણ ટૂંક સમયમાં પૂ. શ્રી સુજ્ઞાન-સાગરજી મ.ની શાસ્ત્રીય-દેખરેખ પ્રમાણે જ બુદ્વીપના શાશ્વત. ચૈત્યોની સંખ્યાને અનુરૂપ ૯૫ ઈંચની ઊંચાઈવાળા અને ૮૧ ઈંચ પહોળાઈ વા મા શ્રી પદ્મનાભ પ્રભુનું સુંદર ભાવવાહી બિંબ તૈયાર કરી દીધું.
જેનું કે પરિકર પણ શ્વેત-આરસના ઉત્તમ-પાષણમાંથી ૧૩પ ઈચ ઊંચુ અને ૧૦૩ ઈચ પહેલું સાથે સાથે તૈયાર થઈ રહ્યું
2