________________
HODOVAN
પછી પ્રથમ શિષ્ય સુકાન-સાગરજી મ. ને ઉદયપુર શ્રીસંઘમાં ધર્મધ્યાનની વૃદ્ધિ રહે અને દહેરાસર ઉપાશ્રય-જ્ઞાન ભંડાર આદિની સુવ્યવસ્થા રહે, તે અંગે પૂરતી ધર્મોપદેશ ભરી પ્રેરણા આપતા રહેવાની પાકી ભલામણ કરી. પૂ. પદ્મસાગરજી મ. પિતાને આ બાજુ ઘણું વર્ષ થયા હોઈ દ્વિતીય શિષ્ય શ્રી સ્વરૂપસાગરજીને સાથે લઈ મારવાડ તરફ પધારી ગયા, ૭(એ) પૂ. મુનિશ્રી સુજ્ઞાનસાગરજી મ.
ગુરુ કરતાં ચેલા સાયા”ની કહેતી પ્રમાણે પૂ. મુનિશ્રી સુજ્ઞાનસાગરજી મ.શ્રીએ ઉદયપુર શ્રીસંઘમાં ધર્મજાગૃતિનું પ્રમાણ ઘણું વધાર્યું.
શેષકાળમાં આસપાસના ગામમાં ધર્મોપદેશ દ્વારા લેકોને ધર્માભિમુખ કરી ચાતુર્માસ મોટા-ભાગે ઉદયપુરમાં કરતા.
વિ. સં. ૧૮૧૫ના વર્ષોમાં ગુજરાતથી કેસરીયાજીની યાત્રાએ આવેલ શેઠશ્રી કપુરચંદ શાહ ઉદયપુર યાત્રાર્થે અને પૂજ્યશ્રીના દર્શનાર્થે આવેલ.
પૂજ્યશ્રીની તાત્વિક–શના અને તીર્થંકર-પ્રભુની આદર્શ-ભક્તિના કર્તવ્ય ઉપરના વ્યાખ્યાનેથી પ્રભાવિત બની થેડા દિવસ સ્થિરતા કરી.
. તે દરમ્યાન પૂ. શ્રીની ધામિક દેશનાથી પ્રબળ થયેલી સુંદર જિનબિંબ ભરાવી વિશાળ જિનાલય બંધાવવાની ભાવના પૂ. ગુરૂદેવશ્રી આગળ વ્યક્ત કરી.
પરિણામે પૂ. મહારાજશ્રીએ આવતી ચોવીશીના પ્રથમ–તીર્થકર શ્રી પદ્મનાભ-પ્રભુ (શ્રેણિક મહારાજાના જીવ)ની પ્રતિમા ક્યાંય નથી તેનો લાભ લેવાની પ્રેરણા કરી, શ્રી કપુરચંદ શેઠે ઉલ્લાસપૂર્વક પૂ. ગુરૂદેવની ચિનાને શિરોધાર્ય કરી.
પૂજ્યશ્રીએ પણ પિતાના ગુરૂદેવે સરૂપ-સાગરના કિનારે ચૌગાનની જે જગ્યા ખરીદી શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બનાવડાવેલ, ત્યાં જ તેની આસપાસની જગ્યા મહારાણા શ્રી અરિસિંહજી મ.ના શાસનકાળમાં વિશાળ પ્રમાણમાં લેવડાવી શુભ મુહૂર્ત વગેરે કરાવી કપુરચંદ શેઠ મારફત “ધર્મના કાર્ય તેટલાં જલ્દી થાય તેટલું સારું” એ રીતે ઝડપભેર કામ સોમપુરી કારીગરોની દેખરેખ તળે શરૂ કરાવ્યું.
પૂ. ગુરૂદેવશ્રીની પ્રેરણાથી ધર્મપ્રેમી શ્રી કપુરચંદ શેઠે લક્ષમીને હા મેળવવાની દૃષ્ટિએ આખા ભારતમાં કયાંય નથી, તેથી આવતી–ચવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભપ્રભુજીનું અદ્દભુત વિશાળ-બિંબ પધરાવી તદનુરૂપ વિશાળ ગભારા, રંગમંડપ, નવચેકીવાળું ભવ્ય દેવવિમાન જેવું વિશાળ જિન મંદિર બાંધવાની ઝડપભેર પ્રવૃત્તિઓ ચાલુ કરી.
આમ છતાં ધર્મપ્રેમી હોઠ શ્રી કપુરચંદ ભાઈનાં સુપત્ની સુશ્રાવિક શ્રી જડાવબહેનની શારીરિક સ્થિતિ વિવિધ-રોગની કથળેલી હોઈ “શરીર ફળમપુર” “વાંfણ વહુવિનાનઆદિ