________________
W
BUYUM
આ રીતે ઉલ્લાસપૂર્વક શરૂ થયેલ શ્રીઉપધાન-તપમાં નાના-મોટા થઈ ૧૦૦ની સંખ્યામાં આરાધકો જોડાયા, સૌએ શાંતિથી ધર્મકિયા, વ્યાખ્યાન-વાણીશ્રવણ, સાધર્મિક-ભક્તિ આદિને અપૂર્વ લાભ લીધે.
છેલ્લે માળારેપણુ-પ્રસંગે પ.સુદ દસમથી પિષ વદ ત્રીજ સુધી ભવ્ય-અણહિકા મહત્સવ ઉજવાયે.
પૂજ્યશ્રીની દેશના દ્વારા બન્ને પક્ષના કદાગ્રહી–ભાઈઓનાં હૈયાં પણ હળવાં થયાં, અને માળા પહેરાવવાના પ્રસંગને અનુલક્ષી થઈ હેલ મહોત્સવ દરમ્યાન સૌએ પક્ષ-ભેદ વિસરી ઉમંગપૂર્વક ભાગ લીધે, રથયાત્રા, સાધર્મિક-વારસલ્ય નવકારશીના જમણો દ્વારા ખૂબ શાસન-પ્રભાવના થઈ.”
આવા હતા પ્રકૃતિ-ગંભીર, ધી , સ્થિર-પ્રજ્ઞ અને સાત્વિક-પ્રકૃતિના પૂ. શ્રી રવિસાગરજી મહારાજ !!
આવા મહા-સંયમી, ક્રિયાપાત્ર પૂ. મુનિશ્રી રવિસાગરજી મ.શ્રીએ વિ.સં ૧૯૪૮ થી ૧૫૩ સુધીન. દીક્ષા-પર્યાયના છેલ્લાં છ એ. માસાં શરીર-દુર્બળતા, વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં ક્ય અને સ્થિરવાસ રહ્યા. છતાં સંયમની પણ, ક્રિયાપાલનની ચોકસાઈ, સાધુ-મર્યાદાનું જવલંત ભાન વગેરેથી ઘણા મહાત્મા-મુનિભગવંતના આદર્શ પ્રેરણાસ્ત્રોત સમા બની રહ્યા હતા.
છેવટે વિ.સં. ૧૯૫૪ના જેઠ દ ૧૧ સવારે સાડા છ વાગ્યાના સુમારે અમૃત-સિદ્ધિ ગમાં શ્રી અરિહંત-પ્રભુનું સ્મરણ ચા ને શ્રી નમસ્કાર--મહામંત્રના ચતુર્વિધ-શ્રીસંઘના સામુદાયિકશેષ સાથે નશ્વર-દેહ ત્યાગ કરી વગલેક તરફ સંચરી ગયા.
જીવન શક્તિના દિવ્ય સ્રોતસમાં
મહાપુરૂષો સંસારની સપાટીએ જીવન-શક્તિના આછા પરિચય વિના જીવનારા ઘણા હોય છે, પણ સંસારના ઉંડાણમાં જવા છતાં પૂર્વ જન્મની આરાધના બળે જીવન-શક્તિના દિવ્ય-સ્ત્રોતને વહેતે રાખી અજ્ઞાન–મૂઢ અનેક-અપોને દીવાદાંડીની જેમ માર્ગદર્શન આપનારા મહાપુરૂષ વિરલા હોય છે.
આવા મહાપુરૂષેથી સમુદ્રની જેમ ખારે છતાં સંસાર રત્નાકર કહેવાય છે, અને સંસારીજીને યોગ્ય માર્ગદર્શન આપનારા આવા વિરલ-મહાપુરૂષોથી સંસારની સાપેક્ષ સ-સારતા આંશિક રીતે ઘટાવાય છે.