________________
STUDŽJEMPRE
પૂજ્યશ્રીએ કહ્યું કે- “મહાનુભાવ! ધર્મની સીઝન સમી ચોમાસાની ઋતુમાં વેપાર અંગે આવી દોડધામ કરવી વ્યાજબી નથી, છતાં આજની રાત અડી રહી જાઓ.”
પૂજ્યશ્રીના વચન ઉપર બહુમાન ધરાવી હઠીસીંગ મહેતા પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિક્રમણને લાભ મળશે–એમ ધારી રાત રોકાઈ ગયા.
રાત્રે પહેલા-પહોરની સમાપ્તિએ આખા-આકાશમાં ઝાકઝબૂક કરતા હજાર-તારાઓના મન-મોહક પ્રકાશ વખતે મહિનાઓથી વાદળાઓનું નામ શિાન નહિ છતાં અચાનક ઈશાન ખૂણામાંથી નાનકડું વાદળું ઉઠયું અને પાણીમાં તેલના ટપાની જેમ પાસ ફેલાઈ ગયું, પરિણામે તારાઓ બધા અદશ્ય થઈ ગયા. સૂસવાટાબંધ-પવનના ઝપાટાથી આખું આકાશ કાળું-ડિબાંગ થઈ ગયું, સાથે વિજળીના ચમકારા આંખને આંજી દે તેવા થવા લાગ્યા, અને લગભગ મધરાત્રે કડાટી બેલાવતે વરસાદ ગર્જના સાથે છે માર શરૂ થયે, સવાર સુધી એકધારે વરસાદ વરસી મહિનાઓથી તરસી જમીનને ઠંડીગાર- નવપલ્લવિત કરી દીધી.
સવારે હઠીસીંગ મહેતા પૂ. ગુરૂદેવશ્રીના ચરણે ભક્તિભર્યા-હૈયાથી નમી પડયા. ગુરૂ-વચન માન્ય ન કર્યું હેત અને દેશાવરથી અનાજ મેં–જાગ્યા દામે દુકાળના ભસે લાવત તે કે ફસાઈ જાત? આદિ વિચાર-ધારામાં ગરક બનેલ હઠીસીંગ મહેતા પૂ. ગુરૂદેવશ્રીને વંદન કરી પાછા સાણંદ ગયા.”
વળી પૂ. શ્રી રવિસાગરજી મ. માં ગંભીરતા, રાગ દ્વેષથી અલિપ્તતા અને ધર્મ– અને ધર્મશાસનના કાર્યો માટે બધું ગૌણ કરી દેવાની વૃત્તિનાં દર્શન નીચેના પ્રસંગમાં થાય છે.
વિ.સં. ૧૯૪રમાં પૂ. શ્રી રવિસાગરજી મ. શ્રીએ સાણંદમાં ચોમાસુ કર્યું, તે વખતે કાળ-પ્રભાવથી શ્રીસંઘમાં જમ્બર વિચાર-ભેદના કારણે બે પક્ષ પડી ગએલ, જેને લઈ એકબીજા કયારેય ધર્મ–કાર્યમાં પણ ભેગા ન થતા.
પણ ચોમાસા–દરમ્યાન શ્રાવક–જીવનમાં મેહના સંસક રોના ઘટાડા માટે વિવિધ-તપમાં સર્વ–શ્રેષ્ઠ શ્રીશ્રતજ્ઞાનની આરાધના રૂ૫ શ્રી ઉપધાનતપની મહત્તા પર પ્રકાશ પાથરતાં બંને પક્ષ તરફથી ઉપધાન કરાવનાર પુણ્યશાળીઓ તૈયાર થયા. - પૂજ્યશ્રી રવિસાગરજી મ. શ્રીએ ખૂબ પ્રયત્ન કરી બન્ને પક્ષને સમજાવી સામુદાયિકઉપધાન કરાવવા પ્રેરણા કરી, પણ ભાવિ–ાગે નકકર–પરિણામ ન આવ્યું.
એટલે અજ્ઞાન-દશાના ગજ-ગ્રાહમાં ધાર્મિક-ક્રિયા બંધ રહે તે વ્યાજબી નહી, તેથી પૂ. શ્રી રવિસાગરજી મહારાજે વિચારેનું ઔદાર્ય દાખવી સાત્વિક-પ્રકૃતિબળે બંને પક્ષના આગેવાનોને જુદા-જુદા રસેડાની છૂટ આપીને પણ ઉપધાન તપની આરાધના માટે લાભ લેવા તૈયાર થયેલ મહાનુભાવોની ભાવના સફળ કરવા કહ્યું.
»l
»LlyI/A
Aજી
Bગ જ મી)