________________
જિત 1.0p@30
પ્રસારક મંડળ” પ્રકાશિત “શ્રી તપા મચ્છ-સાગર–શાખા પટ્ટાવલી” અને “શ્રી સુખસાગર–ગુરૂગીતા” (લે. પૂ. આ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.) ગ્રંથ (પા. ૮૭)માં નીચે મુજબની બે ઘટનાઓ સેંધાએલ છે.
સાણંદમાં વિ. સં. ૧૯૪૦માં પૂ. શ્રી. રવિસાગરજી મ. હતા, ત્યારે એક વખત ૫. શ્રી પદ્મપ્રભ-સ્વામીના દેર રે દર્શન કરવા પધાર્યા, પ્રભુના મુખારવિંદના દર્શન કરતાં પૂજ્યશ્રીને એમ લાગ્યું કે દહેરાસરમાં કાંઈક અશુચિ થયેલ છે, આશાતના થયેલ છે. શ્રાવકને યોગ્ય સૂચના કરી પૂજ્યશ્રી ઉપાસે પધાર્યા.
પૂજ્યશ્રીના વચનમાં આદરવા વિવેકી-શ્રાવકે એ તુરત દહેરાસરમાં પાસ ઝીણવટથી તપાસ કરી, ઘણા પ્રયત્ન પણ કયાંય કંદ અશુચિ ન લાગતાં પૂજ્યશ્રી પાસે આવ્યા, પૂજ્યશ્રીએ કહ્યું કેભાઈ, બરાબર તપાસ કરો.” એટલે પૂજ્યશ્રીની વાતને મહત્વભરી રીતે આવકારનારા શ્રાવકેએ દહેરાસરમાં ચીવટથી તપાસ આદા, તે છેવટે દહેરાસરના શિખરના ચાલતા-સમારકામ દરમ્યાન મજૂરી કરવા આવેલ એક રબારણ, કામ દરમ્યાન રજસ્વલા થયેલ, પૈસાના લેભે એ કામ કરતી રહી, વિવેક-શ્રાવકેએ માનતાણાના પૈસા આપી, સમજાવી તેણીને ઘરે મોકલી અને આખા દહેરાસરને દૂધ, ગંગાજળ આદિથી ઉપરથી નીચે સુધી ધવરાવી પવિત્ર કર્યું.”
આવી હતી પૂજ્યશ્રી રવિનાગરજી મ.ની અદભુત અગાધ શક્તિ !!!
આ પ્રમાણે પૂજ્યશ્રી રવિભાગરજી મ.ના જીવનની અપૂર્વ શક્તિને જણાવનાર બીજી ઘટના નીચે મુજબ છે.
પૂજ્યશ્રી રવિસાગરજી મ.શ્રીએ વૃદ્ધાવસ્થાના કારણે પાછળના છ માસા મહેસાણામાં કરેલ, તે દરમ્યાન એક વખતે સા દના રહીશ મહેતા હઠીસીંગ જેમલદાસ વરસાદની વધુ પડતી ખેંચથી દુકાળના ઊભા થયેલ ભવ સામે વેપારીદષ્ટિએ વધુ નફે મેળવી લેવાની લાલચથી અનાજને સંગ્રહ કરવા દેશાવરમાં ખરીદી માટે જઈ રહ્યા હતા.
પૂજ્યશ્રી રવિસાગરજી મ ઉપર ભક્તિભાવ હોઈ વંદનાર્થે ઉતરી ઉપાશ્રયે બપોરના સમયે આવ્યા.
પૂજ્યશ્રીએ ધર્મકાર્યની નિરાધાધતાના સમાચાર પૂછી-માસામાં કઈ બાજુ જવા નીકળ્યા છે?” એમ સાહજિકતાથી પૂછતાં શ્રાવકે બધી વાત કરી અને વધુમાં કહ્યું કે “અનાજની મોટા પ્રમાણમાં ખરીદીના કાર્ય માં સફળતા મળે એટલે માંગલિક-શ્રવણ કરવા અને આપના વંદનાથે અહીં ઉતરી ગયે, હવે રાતની ગાડીમાં આગળ જવા ભાવના છે.”