________________
Mar.
Van
=
=
-
-
પછી વિહાર-કમે લીંબડી પધારતાં ત્યાં ધામધૂમથી તેઓશ્રીની વડી દીક્ષા થઈ
પૂ. શ્રી રવિસાગરજી મ. હકીક્તમાં પિતાના ગુરૂ મહારાજના પગલે-પગલે વિશિષ્ટ સંયમ, ઉત્કૃષ્ટ ત્યાગ, અદ્ભુત-તપશ્ચર્યા અને વિશુદ્ધ-પ્રરૂપણાના અઠંગ હિમાયતી હતા.
પરિણામે સાણંદ, વિરમગામ, અમદાવાદ, વિજાપુર, પેથાપુર, માણસા, મહેસાણા, પાટણ, પાલનપુર આદિ ગામમાં ચોમાસા કરી સ્થાનિક શ્રી સંઘમાં અનેક જાતના કલુષિત વાતાવરણને ધર્મોપદેશ અને માર્મિક સમજાવટથી દૂર કરવામાં સફળ થયા હતા.
વિશેષ કરીને સાણંદ, વિજાપુર, પેથાપુર અને મહેસાણાના શ્રીસંઘમાં અનેરી ધર્મ છાયા ઉપજાવવાનું ભગીરથ કાર્ય પૂ. શ્રીએ કરેલ.
પૂ. શ્રી રવિસાગરજી છે. ની નિશ્રામાં શ્રી સિદ્ધાચળજી મહાતીર્થ શ્રી આબુજી અને શ્રી ભોયણી મહાતીર્થ આદિના છ'રી પાળતા અનેક સંઘ શાસન-પ્રભાવના પૂર્વક નિકળેલા.
પૂ. શ્રી રવિસાગરજી મહારાજની ક્રિયા-સિક્તાના પરિણામે વિ. સં. ૧૯૧૪માં પાંજરાપિળમાં શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈના માતુશ્રીને તથા હડીભાઈની વાડીવાળા શ્રી રૂક્ષમણી શેઠાણુને શાસ્ત્રીય-મર્યાદાપૂર્વક ઉપધાન કરવા-કરાવવાની ભાવના જાગેલ, તે પૂજ્યશ્રીએ સુરહિત-સામાચારી પ્રમાણે યથાયોગ્ય રીતે પરિપૂર્ણ કરેલ.
આ ઉપરાંત વિ.સં. ૧૯૨૪, ૧૯૬૩, ૧૯૪૬માં મહેસાણા વિ.સં. ૧૯૩૫માં પાલનપુર વિ.સં. ૧૯૩૬માં માણસા, વિ.સં. ૧૯૩૭માં પાટણ અને વિ.સં. ૧૯૪૨માં સાણંદ આદિ સ્થળે શ્રી ઉપધાનતપ જેવી શ્રા ક-જીવનની મહામંગલકારી, ઉચ્ચતમ આરાધનાઓ સામુદાયિક રીતે સેંકડો આરાધકને સારા પ્રમાણમાં કરાવેલ.
પૂ. મુનિશ્રી રવિસાગરજી મ. સ્વભાવે શાંત, અનુભવી, વૈરાગી, ઠીંગણું ઘાટના, ત્યાગી, શરીરે મજબૂત, વ્યવહારે ચતુર, ધાર્મિક-ક્રિયાઓમાં ચુસ્ત, સંવેગી અને શુદ્ધ ધર્મેશક તરીકે ઘણું ભાવિકોના આદર પાત્ર હતા.
તે વખતના સમર્થ શાસનપ્રભાવક, ધુરંધર પૂ. શ્રી આત્મારામજી મ. તથા શ્રી મેહનલાલજી મ. અવારનવાર પૂજ્યશ્રીની નિર્મલ ચારિત્ર સાધનાની ખૂબ અનુમોદના કરતા.
પૂ. શ્રી રવિસાગરજી છે. શ્રીએ ૪૭ વર્ષના સંયમ પર્યાય દરમ્યાન વિરમગામ, સાણંદ, અમદાવાદ, પ્રાંતિજ, ઈડર, માણસા, વિજાપુર, પેથાપુર, મહેસાણા, પાટણ અને પાલનપુર વગેરે સંઘમાં કાળ પ્રભાવે બનવા પામેલા દેવદ્રવ્યના ગોટાળા દૂર કરાવ્યા હતા.
તે વખતની સંગી-શાખાના મહા-ધરધર શાસન-પ્રભાવકે પૂ. શ્રી બુટેરાયજી મ.
હo #GU)