________________
CUTE MRS,
રાજનગર અમદાવાદ આવ્યા, ત્યાં ઝવેરીવાડ-નિશા પોળમાં રહેવા લાગ્યા.
ભાગ્યેગે પૂ. શ્રી નેમિસાગરજી મ.ને સમાગમ થયે તેઓશ્રીના પરિચયથી માતાપિતાની ધર્મભાવના વધુ ખીલી. સાથે પૂ. શ્રી નેમિસાગરજી મ.ની સચોટ, અર્થગંભીર, વૈરાગ્યપ્રધાન દેશનાનું અવારનવાર શ્રવણ કરવાના પરિણામે શ્રી રવચંદભાઈનો પણ અંદરને સૂતેલો આત્મા જાગી ઉઠો અને “દેવદુર્લભ માનવ-જીવનને પામી સંસારના પરિભ્રમણને હઠાવવા પ્રબળ-પુરૂષાર્થ રૂપ સર્વવિરતિ ચારિત્ર અંગીકાર ન કરી શકાય તો જીવન ધૂળે છે.” વગેરે ઊંડી તાત્વિક–વિચારણાના બળે વૈરાગ્યને સુદઢ બનાવી પુ. ગુરૂદેવને સંપર્ક સાધી યોગ્ય પ્રેરણા મેળવી.
પરંતુ પૂજ્ય-ગુરૂદેવે ટકર મારી તપાસ કરી કે-“સંસારના દુખના કે કમાવાની માથાકૂટના માત્ર ત્રાસથી દીક્ષા લેવી છે કે હકીકતમાં સંયમની મહત્તા સમાઈ છે? આ ઉપરાંત ઉલટસુલટ કેટલાય પ્રશ્નો પૂછી મોહગર્ભિત, દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ વિવેચનપૂર્વક સમજાવી પૂ. શ્રી નેમિસાગરજી મ.શ્રીએ રવચંદભાઈની મુમુક્ષતાની પાકી ખાત્રી કરી જોઈ જવાબના શબ્દોમાં સમજણપૂર્વકના વૈરાગ્યને રણકાર સાંભળી પૂ. શ્રી નેમિસાગરજી મ. ખૂબ પ્રસન્ન થયા, અને માથે હાથ મૂકી “વહેલામાં વહેલી તકે તમે સંયમ પંથે આવો” અંતરના આશીષ આપ્યા.
રવચંદભાઈએ અવસર મેળવી ઘરે વાત કરી જોઈ, પણ માતા-પિતાને એક જ સંતાન હાઈ મેડની ઘેલછા વધુ પ્રબળ બની, રવચંદભાઈની દશા ગુંચવણભરી થઈ.
છેવટે મોહની ઘેલછાભર્યા સંસારી-દબાણને વશ થઈ તાત્વિક-સમજણને દબાવી ન દેવાય એમ વિચારીએ પૂ. ગુરૂદેવશ્રીની સલાહ પ્રમાણે વિ.સં. ૧૯૦૭ના માગશર સુદી અગિયારસ– મૌન એકાદશીના પવિત્ર મંગળ દિવસે સાધુનો વેષ પિતાની મેળે પહેરી પિતાના ઘરમાં જ રવચંદભાઈ મીન ધારણ કરીને બેસી ગયા.
આ બનાવથી ઘણું જેને ભેગા થયા, પૂ. મુનિશ્રી નેમિસાગરજી મ.ના ભક્તિરાગી શ્રી રૂક્ષ્મણી શેઠાણી, શ્રી સુરજમલ શેઠ, વગેરે શ્રીસંધના આગેવાને પણ આવ્યા, તેમના માતા-પિતાના તેઓ એક જ પુત્ર હોઈ હકીકતમાં વૈરાગ્ય રંગ કે છે? તે વિવિધ પ્રશ્નોત્તર દ્વારા ચકાસી માતા-પિતાને સમજાવી ધામધૂમ પૂર્વક શ્રી રવચંદભાઈને સાધુવેશમાં પૂ. શ્રી નેમિસાગરજી મ. પાસે લાવ્યા.
પૂ. શ્રી નેમિસાગરજી મ. શ્રીએ ફરીથી જાહેરમાં પ્રશ્નો દ્વારા વૈરાગ્ય રંગને ચકાસી, માતા-પિતાની સંમતિ મેળવી દીક્ષાની વિધિ નાણુ સમક્ષ કરાવી મુનિશ્રી રવિસાગરજી નામથી તેમને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા
File રામા શીકા